અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2024નો પ્રારંભ કરાયો...

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તા. 7 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024ને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

Update: 2024-01-07 09:02 GMT

અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તા. 7 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024ને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2024ની શરૂઆત થઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નું ઉદઘાટન કર્યું હતું. મુખ્યમંત્રીએ I LOVE GUJARAT સહિતના ત્રણ જેટલા પતંગો ચગાવ્યા હતા. આ સાથે જ પતંગ મહોત્સવ જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. પતંગ મહોત્સવમાં વિવિધ દેશોના અને વિવિધ પ્રકારના અવનવા પતંગો ઉડાડવામાં આવી રહ્યા છે. આગામી તા. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જેને લઇ પતંગ મહોત્સવમાં ભગવાન રામની પ્રતિકૃતિવાળા પતંગ પણ ચગાવવામાં આવ્યા હતા. આ સાથે જ માછલી, રામ મંદિર, એક જ દોરી પર 200થી વધુ પતંગો, ઓક્ટોપસ, સાપ, I LOVE GUJARAT, I LOVE AHMEDABAD સહિત અનેક પ્રકારના પતંગ ઉડાવવામાં આવી રહ્યા છે. ઉપરાંત 55 દેશના 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજ, 12 રાજ્યના પતંગબાજ, 68 રાષ્ટ્રીય પતંગબાજ, ગુજરાતના 23 શહેરના 856 પતંગબાજે પતંગ મહોત્સવમાં ભાગ લીધો છે. અમદાવાદ, સુરત, ગાંધીનગર, રાજકોટ, અમરેલી, આણંદ, ભાવનગર, ભુજ અને ભરૂચ સહિત વિવિધ જિલ્લાના પતંગબાજ સ્પર્ધકોએ પતંગ મહોત્સવમાં ભાગ લીધો છે, ત્યારે આ મહોત્સવની સાથે સાથે હસ્તકલા અને ફૂડ સ્ટોલનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

Tags:    

Similar News