અમદાવાદ: પીએમ મોદીના કાર્યક્રમમાં કોઈ ચૂક ન રહી જાય તેનું નિરીક્ષણ કરવા ખુદ CM ભૂપેન્દ્ર પટેલ કાલુપુર મેટ્રો સ્ટેશન ખાતે પહોંચ્યા

જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના કેન્દ્રીય નેતાઓના ઉપરાઉપરી ગુજરાતના પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે

Update: 2022-09-25 05:28 GMT

જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના કેન્દ્રીય નેતાઓના ઉપરાઉપરી ગુજરાતના પ્રવાસ ગોઠવાઈ રહ્યા છેઅને રાજ્યના જૂદા જૂદા ક્ષેત્રના મતદારોને આકર્ષવા માટે કામગીરી કરવાની સાથે આ માટેની રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે હવે ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે પીએમ મોદીના કાર્યક્રમમાં કોઈ ચૂક ન રહી જાય તેનું નિરીક્ષણ કરવા ખુદ CM ભૂપેન્દ્ર પટેલ કાલુપુર મેટ્રો સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. પીએમ મોદી આગામી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી 30 સપ્ટેમ્બરના રોજ સવારે વંદે ભારત એક્સ્પ્રેસ ટ્રેનનો ફ્લેગ ઓફ કરાવશે. ત્યારે કાર્યક્રમમાં કોઈ ચૂક ન રહી જાય તેની ખાતરી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાલુપુર મેટ્રો સ્ટેશને પહોંચ્યા હતા.

તેમણે કાલુપુર મેટ્રો સ્ટેશન પાસે વંદે ભારત ટ્રેન કાર્યક્રમ સ્થળની પણ સમીક્ષા કરી.PM મોદી આગામી તારીખ 29-30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે.PM મોદી સુરત, ભાવનગર અને અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. 29 સપ્ટેમ્બરના રોજ PM મોદી ભાવનગરમાં રોડ શો કરશે અને સભાને સંબોધશે. 29મીએ અમદાવાદમાં નેશનલ ગેમ્સની શરૂઆત કરાવશે. 29મી એ રાત્રે GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબામાં હાજરી આપશે.PM મોદી 29 સપ્ટેમ્બરના રોજ રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.

Tags:    

Similar News