અમદાવાદ: ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે સી.એમ.ના હસ્તે પ્રતિમાનું અનાવરણ

અમદાવાદના નવા વાડજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભગવાન પરશુરામની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

Update: 2022-05-03 07:36 GMT

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો આજે જન્મોત્સવ છે ત્યારે અમદાવાદના નવા વાડજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભગવાન પરશુરામની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

આજે અક્ષય તૃતીયા છે જેને ભારતીય સંસ્કૃતિમાં તિથિ મુજબ પરશુરામ જન્મોત્સવ તરીકે ઉજવાય છે ત્યારે અમદાવાદ શહેરના નવા વાડજ ખાતે વ્યાસવાડી ચાર રસ્તા પાસે રાજ્યમાં પ્રથમ પંચધાતુની ભગવાન પરશુરામની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.આ પંચધાતુની મૂર્તિ ખાસ રાજસ્થાનના કારીગરો દ્વારા બનાવવામાં આવી છે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા અનેકવાર પ્રતિમા મુકવાની માંગી પણ કરવામાં આવી હતી ત્યારે પરશુરામ જન્મોત્સવ નિમિત્તે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આ પ્રતિમા અહી પ્રસ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રસંગે સી.એમ.ભુપેન્દ્ર પટેલ,ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટિલ,કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સહીતના મંત્રીઓ અને બ્રહ્મ સમાજના અગ્રગણ્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News