અમદાવાદ ગૌચર પચાવી પાડી મોટી કંપની,જાણો શું છે સમગ્ર મામલો..?

ગૌચર બચાવવાની વાતો તો આપણી સરકાર ખુબ કરે છે. પરંતુ સ્થિતિ એવી છે ગૌચરની જમીનોમાં જ મોટી-મોટી કંપનીઓએ પોતાનો અડ્ડો જમાવ્યો છે.

Update: 2022-03-14 07:01 GMT

ગૌચર બચાવવાની વાતો તો આપણી સરકાર ખુબ કરે છે. પરંતુ સ્થિતિ એવી છે ગૌચરની જમીનોમાં જ મોટી-મોટી કંપનીઓએ પોતાનો અડ્ડો જમાવ્યો છે. ગામડાઓમાં લોકોના અવાજને દબાવીને હવે તો કંપનીઓએ ગૌચર જ ખતમ કરી નાખ્યા છે. ત્યારે આવી જ એક જાણીતી કંપની સામે વિરોધ અમદાવાદ જિલ્લામાં સામે આવ્યો છે. જ્યાં કંપનીએ ગામની 10 એકર જમીનને છોડીને ગૌચરની તમામ જમીન પચાવી પાડી છે. જેના વિરોધમાં હવે ગામના લોકો મેદાનમાં આવી ગયા છે.

અમદાવાદ થી બાવળા તરફ જતા ચાંગોદર બાદ અનેક કંપનીઓ જોવા મળતી હોય છે. અનેક કંપનીઓ વચ્ચે મોરૈયા ગામની પાસે ગામનું પેટા પરું પીલુપુરા ગામ આવેલું છે. જ્યાં 900 લોકોનું મતદાન ધરાવતું પેટા પરું નિરમા કંપની વચ્ચે વસેલું છે. આમ તો ગામતળના સર્વે નબરમાં મુજબ 1955 પીલુંપુરા ગામની જમીન 10 એકરમાં ગામના વસવાટ માટે અને 40 એકર જમીન ગામના ગૌચર માટે હતી. પરંતુ હાલ આ ગામના ગૌચરમાં નિરમા કંપનીએ ગામની ફરતે કમ્પાઉડ વોલ બનાવી દીધી હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. જેના કારણે ગ્રામજનો મુંઝવણમાં મુકાયા છે ગ્રામજનો ગામના મંદિરે એકઠા થયા હતા,કેમકે ગામનું 1955મા બનેલું ચન્દ્રમોલેશ્વર મંદિર નિર્મણ ચાલતું હતું. જેને ઘણાં દિવસ પહેલા નિરમાં કંપની દ્વારા રોકી દીધું છે. મંદિર નિર્માણનો સમાન આમ તેમ થઈ રહ્યો છે. ત્યારે ગ્રામજનો હવે આકરા પાણીએ થયા છે.

જેના કારણે ગ્રામજનોનું કહેવું છેકે 40 એકર ગૌચરની જમીનમાં નિરમા કંપનીએ દબાણ કર્યું છે. જેમાં હાલ ગામના આવેલા બાલમંદિર,શાળા, મંદિર,પાણીની ટાકી તળાવ અને બોર અને સ્મશાન પર નીરમાં કંપનીએ કબજો જમાવીને સિક્યુરિટી બેસાડી દીધી હોવાનો ગ્રામજનોનો દાવો કરી રહ્યા છે.જો કે ગ્રામજનોએ સુપ્રીમ ક્રોર્ટના જજમેન્ટ સાથે ગૌચર જમીન પર કબજો ન કરી શકાય તે અંગે કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી તેમજ રાજ્ય સરકારને રજુઆત કરી હોવાનું જણાવી રહ્યા છે. જેમાં ગ્રામજનોએ નિરમા કંપની દ્વારા પુલુંપુરા ગામની જમીન નામે કરી કરવાનો ગ્રામજનો આરોપ સાથે 1953 મા મોરિયા ગ્રામના પીલું પરાના નામે જમીનના પુરવા તેમજ 1955મા લાલભાઈ કસ્તુરભાઈના નામે જમીન દાખલ કર્યા પુરાવા અને 1957મા શરતફેર કરીને ગૌચર કમી કરીને કલેકટરે હુકમ કર્યો હોવાનું પુરવા સાથે રજુઆત કરી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે. આજે એકઠા થયેલા ગ્રામજનોએ જિલ્લા પંચાયતના સદસ્ય ભરત ગોહિલ સમગ્ર મુદે રજૂઆત કરીને ગ્રામના ગૌચર નિકાલ અંગે જિલ્લા પંચાયતમાં રજુઆત માટે ભલામણ કરી હતી. 

Tags:    

Similar News