અમદાવાદ: 'સેલિબ્રેટિંગ યુનિટી થ્રુ સ્પોર્ટ્સ' થીમ આધારિત તમામ શાળા-કોલેજોમાં થશે ભવ્ય કાર્યક્રમોનું આયોજન

ગુજરાતમાં યોજાનાર નેશનલ ગેમ્સ દેશભરના ખેલાડીઓ માટે આ ગેમ્સ એક યાદગાર સંભારણું બને તેવું સુદ્રઢ આયોજન કરવામાં આવી રહ્યું છે.

Update: 2022-09-08 06:50 GMT

ગુજરાતમાં પ્રથમવાર સપ્ટેમ્બર માસમાં ૩૬મી નેશનલ ગેમ્સ-૨૦૨૨ યોજાવા જઇ રહી છે. જેના ભાગરૂપે આગામી તા.૧૨ થી ૧૬ સપ્ટેમ્બર દરમિયાન યુવાનો–વિદ્યાર્થીઓમાં રમતને વધુ પ્રોત્સાહન મળે તેમજ અન્ય નાગરિકો પણ તેમાં સહભાગી થાય તે હેતુથી નેશનલ ગેમ્સ ની થીમ આધારિત રાજ્યની તમામ કોલેજ, યુનિવર્સિટી અને શાળા કક્ષાએ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાશે તેમ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.

પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના ઐતિહાસિક રમતોત્સવમાં દેશભરમાંથી ૭,૦૦૦થી વધુ ખેલાડીઓ સહભાગી થશે. રમતગમતની પ્રવૃત્તિઓમાં પ્રત્યે જાગૃતિ કેળવાય તેવા ઉદેશથી આગામી તા.૧૨, ૧૩ અને ૧૪ સપ્ટેમ્બરે રાજ્યભરની કોલેજ યુનિવર્સિટી તેમજ તા.૧૫ અને ૧૬ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરની શાળાઓમાં વિવિધ રમત લક્ષી કાર્યક્રમો યોજાશે.

તા.૧૨ સપ્ટેમ્બરે રાજ્યના તમામ ૩૩ જિલ્લા મથકે યોજાનાર રમત લક્ષી કાર્યક્રમો માં સ્થાનિક મંત્રી, સાંસદ, ધારાસભ્ય સહિત સ્થાનિક આગેવાનો તેમજ રમતવીરો મોટી સંખ્યામાં હાજરી આપશે. વધુમાં આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, રમતવીરો ઉપરાંત સ્થાનિક આગેવાનો, રમતગમત સાથે સંકળાયેલી વિવિધ ક્લબો, મંડળો અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, રમતવીરો અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાશે. 27મી સપ્ટેમ્બરથી 10મી ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન થવાનું છે.

અમદાવાદ સહિતના 6 શહેરોમાં તેનું આયોજન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં યોજાનાર નેશનલ ગેમ્સ દેશભરના ખેલાડીઓ માટે આ ગેમ્સ એક યાદગાર સંભારણું બને તેવું સુદ્રઢ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગ રૂપે આજે આજે મુખ્યમંત્રીએ ઓર્ગેનાઈજિંગ કમિટીની બેઠક યોજીને સમગ્ર તૈયારી સર્વગ્રાહી સમીક્ષા કરી અને આયોજન ને આખરી ઓપ આપ્યો હતો..

Tags:    

Similar News