અમદાવાદ : અનરાધાર વરસાદે AMCની ખોલી પોલ, વોટર વર્કસના ચેરમેને કહ્યું કે સ્માર્ટસિટી એટ્લે સોનાના રસ્તા ન હોય.!

અમદાવાદમાં મેઘરાજા મહેરબાન થતા તંત્રની પોલ ખૂલી પડી હતી. રો઼ડ રસ્તા બેસી ગયા હતા અને તૂટી ગયા હોવાનુ સામે આવ્યું હતું

Update: 2022-07-09 11:21 GMT

અમદાવાદમાં મેઘરાજા મહેરબાન થતા તંત્રની પોલ ખૂલી પડી હતી. રો઼ડ રસ્તા બેસી ગયા હતા અને તૂટી ગયા હોવાનુ સામે આવ્યું હતું ત્યારે એએમસીની પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલ ઊભા થયા હતા.

ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થયા બાદ પહેલીવાર અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. શનિવારે શહેરમાં ચાર કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ તૂટી પડતાં શહેરમાં ઠેરઠેર પાણી ભરાયા હતા. તથા ભૂવા પડવાની ઘટનાઓ બની હતી. ત્યારે અમદાવાદ મહા નગરપાલિકાની કેટલી પોલ ખૂલી જવા પામી હતી. અમદાવાદ ભલે સ્માર્ટ સિટી કહેવાતું પરંતુ વરસાદ તો તંત્રની પોલ ખોલીને જ રહે છે, તો એક બાજુ ભારે વરસાદથી સામાન્ય શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા હતા અને માત્ર 4 કલાકના વરસાદે એએમસીની પોલ ખોલી દેતા એએમસીના વોટર વર્ક્સ કમિટીના ચેરમેન લાજવાને બદલે ગાજ્યા હતા. ચેરમેન જતીન પટેલને જ્યારે સ્માર્ટ સીટી વિષે સવાલ કરવામાં આવ્યો તો તેઓ ભડક્યા હતા અને કહ્યું કે સ્માર્ટ સીટી એટલે શું તે પહેલા સમજો.સ્માર્ટ સીટી એટલે કોઈ સોનાના રસ્તાના હોઈ આ એક પ્રોજેક્ટ છે 2014 માં નરેન્દ્ર મોદીએ એક સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ મુક્યો તેના 10 પેરા મીટર છે,પણ જતીન પટેલ તે સમજવા તૈયાર નોહતા કે સોનાના રોડ નહિ પણ ખાડા વગરનું અમદાવાદ તો આપો આમ સુવિધા આપવાને બદલે ચેરમેન બચાવમાં લાગ્યા હતા.

Tags:    

Similar News