અમદાવાદ: ધોધમાર વરસાદના કારણે સવારે પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ,લોકોને ભારે હાલાકી

અમદાવાદમાં અનરાધાર વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને મુશ્કેલી

Update: 2022-07-11 06:54 GMT

અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસતા શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની સ્થિતિ જોવા મળી રહી છે. વરસાદના કારણે અનેક લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે.તો પશ્ચિમ અમદાવાદના મુખ્ય માર્ગ છેલ્લા 12 કલાકથી પાણીમાં ગરકાવ છે.

અમદાવાદમાં આખી રાત વરસેલા વરસાદે AMCની પ્રિમોન્સુન પ્લાનની પોલ ખોલી નાખી છે.પ્રથમ વરસાદમાં જ અમદાવાદના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા. શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ફરી વળતા સવાર-સવારમાં જ લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આખી રાત વરસેલા મુશળધાર વરસાદના કારણે અમદાવાદની સોસાયટીઓમાં પણ પાણી ભરાઇ જતા લોકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં પ્રહલાદનગર, શ્યામલ, જીવરાજ પાર્ક અને પાલડીમાં હજુ પણ પાણી ભરાયેલા છે રસ્તા પર ગાડીઓ બંધ હાલતમાં નજરે પડી રહી છે.શહેરના ઉસ્માનપુરા, આશ્રમ રોડ, વાડજ, ઇન્કમટેક્સ વિસ્તારમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે પાલડી, વાસણા, એલિસબ્રિજ વિસ્તારમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વાડજ, ઇન્કમટેકસ ,આશ્રમ રોડ વિસ્તારમાં 14.62 ઇંચ તો બોડકદેવ-વસ્ત્રાપુર વિસ્તારમાં 12.08 ઈંચ વરસાદ ખાબક્યો છે. શહેરના શાહીબાગ, ઉસ્માનપુરા અને અખબારનગર અંડરબ્રિજમાં બે ફૂટ પાણી ભરાતા ત્રણેય અંડરબ્રિજ બંધ કરવાનો વારો આવ્યો છે.

Tags:    

Similar News