અમદાવાદ: પેપર કપમાં ચા વેચી તો દંડ ભરવા માટે તૈયાર રહેજો, જુઓ તંત્ર દ્વારા કેમ લેવામાં આવ્યો નિર્ણય

20 જાન્યુઆરીથી અમદાવાદમાં ચા પીવા માટે વપરાતા પેપર કપ ઉપર મહાનગર પાલિકાએ પ્રતિબંધ મૂક્યો છે

Update: 2023-01-18 11:41 GMT

20 જાન્યુઆરીથી અમદાવાદમાં ચા પીવા માટે વપરાતા પેપર કપ ઉપર મહાનગર પાલિકાએ પ્રતિબંધ મૂક્યો છે ત્યારે વર્ષોથી ચાની દુકાન અને કિટલી ચલાવતા વેપારીઓ માટે મુશ્કેલીનો સમય ઉભો થઈ રહયો છે.

રાજ્યમાં પેપર કપ પર આવી રહેલા પ્રતિબંધને કારણે અમદાવાદ મહાનગરપાલિકાએ 20 જાન્યુઆરીથી સમગ્ર શહેરમાં પેપર કપ વાપરવા પર પાબંધી ફરમાવી છે.શહેરમાં અનેક લોકો પેપર કપનો વપરાશ કરે છે તેમણે હવે ચા પીવા માટે વિકલ્પ શોધવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે ત્યારે મહાનગર પાલિકાના આદેશને જોઈ ટી સ્ટોલના માલિક પણ હવે પેપરકપની જગ્યાએ કાચના કપ વાપરવાની વાત કહી રહ્યા છે તેઓ પણ માની રહ્યા છે કે પેપર કપ ઉપયોગમાં લીધા બાદ ગમે ત્યાં ફેકી દેવામાં આવે છે જેને કારણે ગંદકી ફેલાઇ છે તો અનેક ગટરો પણ જામ થઈ જાય છે

Tags:    

Similar News