અમદાવાદ : છેલ્લા 10 મહિનામાં મ્યુનિશિપલ કોર્પોરેશને શહેરભરમાંથી 16,323 રખડતાં ઢોર પકડ્યા...

અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા શહેરમાંથી રખડતાં ઢોરને પકડી બહેરામપુરા ખાતે આવેલા ઢોરવાડામાં પુરવામાં આવે છે.

Update: 2023-02-07 11:13 GMT

અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા શહેરમાંથી રખડતાં ઢોરને પકડી બહેરામપુરા ખાતે આવેલા ઢોરવાડામાં પુરવામાં આવે છે. તંત્રની આ કામગીરી રોજેરોજ ચાલતી રહે છે, જે અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં સત્તાધીશોને રખડતાં ઢોર પકડવાની કામગીરીમાં સારી એવી સફળતા સાંપડી છે. તંત્રના સત્તાવાર રિપોર્ટ મુજબ છેલ્લા 10 મહિનામાં 16,323 રખડતાં ઢોરને શહેરભરમાંથી પકડવામાં આવ્યા છે.

અમદાવાદમાં રખડતાં ઢોરની રંજાડની સમસ્યા સતત વકરતી જાય છે. આમ તો તંત્ર દ્વારા રખડતા ઢોર પકડી ઢોરવાડા હવાલે કરવાની કામગીરી રાઉન્ડ ધ ક્લોક ચાલતી હોઈ ખાસ તો નિકોલ, ઓઢવ, કાગડાપીઠ, બોપલ, વાડજ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. તંત્રના ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગ (સી એન સીડી) દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી વધુને વધુ અસરકારક બનાવવા પૂરતો સ્ટાફ ફાળવાઈ રહ્યો છે. તેમ છતાં પશુપાલકોની બાઇકર્સ ગેંગ તેમજ વિભિન્ન વોટ્સએપ ગ્રુપના કારણે ઢોર પાર્ટી જે તે સ્થળે ઢોર પકડવા પહોંચે તે પહેલાં તેનું પેપર ફૂટી જતાં રખડતાં ઢોર સગેવગે થઈ જાય છે, તેવી સીએનસીડી વિભાગની ફરિયાદ છે, તો સામા પક્ષે સીએનસીડી વિભાગના કર્મચારીઓ ભ્રષ્ટાચારના મામલે એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ પણ ચૂક્યા છે.

Tags:    

Similar News