અમદાવાદ : કોરોનાના બાબતે કોંગ્રેસે લીધી સરકારને ભીંસમાં, કહયું રાજયમાં આપો 5 દિવસની રજા

રાજયમાં કોરોનાની સ્થિતિને નિયંત્રણમાં લેવામાં સરકાર નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.

Update: 2022-01-21 10:40 GMT

રાજયમાં કોરોનાની સ્થિતિને નિયંત્રણમાં લેવામાં સરકાર નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. કોરોનાની ચેઇનને તોડવા રાજયમાં 5 દિવસનું વેકેશન આપી દેવામાં આવે તેવી માંગ પણ કોંગી આગેવાનોએ કરી છે.

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના કેસમાં ધરખમ વધારો જોવા મળી રહયો છે. અમદાવાદમાં જ કોરોનાના 10 હજાર કરતાં વધારે કેસ નોંધાય ચુકયાં છે. કોંગ્રેસે સરકાર પર આક્ષેપ કર્યો છે કે કોરોનાની ગંભીર મહામારીમાં સરકાર પ્રથમ દિવસથી જ બેદરકાર જણાય રહી છે. રાજયની તો ઠીક પણ દેશની સરકાર પણ ગંભીર નથી. કોરોનાની ત્રીજી લહેરમાં હવે મોતનો મંજર દેખાય રહયો છે.પાંચ દિવસની રજા જાહેર કરીને સરકાર કડક નિયંત્રણો લાવે તો ત્રીજી લહેરની ચેઇન તોડી શકાય તેમ છે.

કોંગ્રેસે કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન કોરોનાથી થયેલા મોતો તથા તેમને આપવામાં આવેલાં વળતર મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રમુખ જગદીશ ઠાકોરે ગુજરાત મોડલને ફેલ મોડલ ગણાવ્યું છે. તેમણે કહયું કે, ગુજરાત મોડલ વિશ્વમાં નિષ્ફળ ગયું છે. કોરોનામાં પ્રજાએ 28 મેટ્રિક ટન સોનું વેચ્યું છે આ ઉપરાંત લોકોએ મકાન, જગ્યાઓ ગીરવી મૂક્યાં છે. સામૂહિક અને વ્યક્તિગત આત્મહત્યા પાછળ પણ આ કોરોના પણ જવાબદાર છે. કોગ્રેસના વરિષ્ઠ આગેવાન સિધ્ધાર્થ પટેલે પણ રાજય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે પણ રાજયમાં મીની વેકેશનની માંગણીને ટેકો આપ્યો છે.

Tags:    

Similar News