અમદાવાદ : મુશ્કેલી દૂર કરવાના બદલે તાંત્રિકે જ મુશ્કેલી વધારી, મહિલા સાથે શારીરિક અડપલાં કરતાં પોલીસ ફરિયાદ નોંધાય

પરિવારની મુશ્કેલી દૂર કરવા તાંત્રિક વિધિ કરવા માટે બોલાવેલ ભૂવાએ મુશ્કેલી દૂર કરવાના બદલે મુશ્કેલીમાં વધારો કર્યો છે.

Update: 2022-09-06 11:51 GMT

પરિવારની મુશ્કેલી દૂર કરવા તાંત્રિક વિધિ કરવા માટે બોલાવેલ ભૂવાએ મુશ્કેલી દૂર કરવાના બદલે મુશ્કેલીમાં વધારો કર્યો છે. અમદાવાદમાં એકલતાનો લાભ લઈને આરોપીએ મહિલા સાથે શારીરિક અડપલાં કરવાનું શરૂ કર્યું હતું. જોકે, મહિલાએ પ્રતિકાર કરતા આરોપી ફરાર થઈ ગયો છે. જે મામલે મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી એક મહિલાએ પ્રવિણસિંહ ગોર નામના વ્યક્તિને તાંત્રિક વિધિ કરવા માટે તેમના ઘરે બોલાવ્યો હતો. આરોપીએ ઘરના બેડરૂમમાં પતિ-પત્ની અને દીકરાને ભોય તળિયે બેસાડી તેમના ઉપર લીંબુ ઉતારીને આ લીંબુ ચાર રસ્તા પર નાખવા માટે તેના પતિ અને દીકરાને મોકલ્યા હતા. જોકે, આ સમયે આરોપીએ રૂમનો દરવાજો બંધ કરી દીધેલ અને મહિલા સાથે શારીરિક અડપલા કરવા લાગ્યો હતો, ત્યારે મહિલાએ બૂમાબૂમ કરવા જતા આરોપીએ મોઢા આડો હાથ રાખી દીધો હતો અને જબરદસ્તીથી બાથમાં લઈ મહિલાને નિર્વસ્ત્ર કરી દીધેલ. જેથી મહિલા આરોપીને ધક્કો મારી દરવાજો ખોલી લીધો હતો. ત્યારબાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો, જ્યારે મહિલાએ સમગ્ર ઘટનાની જાણ તેના પતિને કરતા આ બાબતે રામોલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. જોકે, આરોપી અને ફરિયાદી મહિલાનો પતિ છેલ્લા કેટલાક વર્ષથી એકબીજા સાથે સંપર્કમાં હતા, ત્યારે હાલ તો પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે.

Tags:    

Similar News