અમદાવાદ ખરા અર્થમાં 'સ્માર્ટ સીટી',એક વોટ્સએપ કરવાથી નોંધાશે તમારી ફરિયાદ,જાણો કઈ રીતે

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વોટ્સએપ નંબર 7567855303 જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર વોટ્સએપ મેસેજ કરી અને નાગરિકો પોતાની ફરિયાદ નોંધાવી શકશે.

Update: 2022-06-27 07:03 GMT

રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવા એએમસી દરેક સુવિધા આપી રહી છે ત્યારે શહેરમાં રોડ, પાણી, ગટર, કચરો અને લાઈટ જેવી સુવિધાઓની ફરિયાદ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક વોટ્સએપ નંબર આજે જાહેર કરવામાં આવ્યો છે.

શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વોટ્સએપ નંબર 7567855303 જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર વોટ્સએપ મેસેજ કરી અને નાગરિકો પોતાની ફરિયાદ નોંધાવી શકશે. લોકો સરળતાથી હવે પોતાની ફરિયાદ નોંધાવી અને સમસ્યાનું નિવારણ ઝડપથી આવે તેના માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે.AMC દ્વારા જાહેર કરવામાં આવેલા આ નંબર ઉપર નાગરિકો સરળતાથી કઈ રીતે પોતાની ફરિયાદ નોંધાવી શકશે.જો કોઈ નાગરિકને ફરિયાદ કરવી છે તો સૌપ્રથમ વોટ્સએપમાં Hi લખી અને મેસેજ કરવાનો રહેશે. મેસેજ કરતાની સાથે જ વોટ્સએપ ચેટ બોટ દ્વારા જવાબ આપવામાં આવશે. જેમાં ભાષા નું ઓપ્શન આપવામાં આવશે. જે પણ ભાષામાં વાત કરવી હોય તેને લખવાની રહેશે. ભાષા લખ્યા બાદ તેમાં ફરિયાદ નોંધાવો ત્યારબાદ તેમાં રોડ, પાણી, ગટર, કચરા, લાઈટ, આરોગ્ય, રખડતા ઢોર અને બગીચા જેવા ઓપ્શન આપવામાં આવશે. તેમાંથી જે પણ ફરિયાદ હોય તે લખવાની રહેશે. ત્યારબાદ તેમાં તમામ વોર્ડ પૂછવામાં આવશે. નાગરિક જે પણ વોર્ડમાં રહેતા હોય તે વોર્ડ લખવાનો રહેશે. ત્યારબાદ નાગરિકને તેનું નામ સરનામું મોબાઈલ નંબર પૂછવામાં આવશે, જે માહિતી આપવાની રહેશે. આ તમામ માહિતી આપ્યા બાદ તેની ફરિયાદ નોંધાઈ જશે અને તેને ટોકન નંબર આપવામાં આવશે.

Tags:    

Similar News