અમદાવાદ: મોટા બિલ્ડર નું અપહરણ- રૂ.3 કરોડની માંગી ખંડણી,જુઓ શું છે મામલો

અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં અપહરણ અને ખંડણી અંગે ફરિયાદ નોંધાઈ છે

Update: 2021-12-31 09:59 GMT

અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં અપહરણ અને ખંડણી અંગે ફરિયાદ નોંધાઈ છે જેમાં મોટા બિલ્ડરનું અપહરણ કરી ખંડણી માંગવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે

અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં અપહરણ અને ખંડણી અંગે ફરિયાદ નોંધાઈ છે. સરખેજમાં રહેતા અને રાણીપમાં કંસ્ટ્રક્શનનો વ્યવસાય કરતા કેવલ મહેતાનું અપહરણ કરાયું હતું. અપહરણ કરીને કેવલ મહેતાને 6થી 7 લોકો સાણંદ લઈ ગયા હતા. તેમજ અશોક પટેલ નામના શખ્સે તેમની પાસેથી 3 કરોડની ખંડણી માંગી હતી. ત્યારે આ મામલે સરખેજ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.આરોપીઓ પણ આ કંસ્ટ્રક્શન વ્યવસાયમાં રોકાણ કરનારા લોકો છે. તો આ રોકાણ કરેલા પૈસા પૈકીના તેમને લેવાના નીકળતા પૈસા 3 કરોડ રૂપિયા તેઓની પાસેથી માંગ્યા હતા. તેવી ફરિયાદ દ્વારા કરવામાં આવી છે.તો દેખીતી રીતે આ મામલો પૈસાની લેતીદેતીનો છે. આ વિવાદમાં કેવલ મહેતાનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારે માહિતી અનુસાર પ્રથમ તો ઓફીસ જવા નીકળેલા કેવલ મહેતાના અકસ્માતનું નાટક રચીને તેમને ઇનોવામાં બેસાડીને લઇ ગયા આ બાદ સાણંદ પાસે લઇ જઈને માર માર્યો હોવાની ફરિયાદ સામે આવી છે. સાથે જ 80 લાખના ચેક લખાવ્યા અને રોકડા ત્રણ લાખ પડાવ્યા હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે.ફરિયાદી બિલ્ડર કેવલ મહેતા સામે પણ ઠગાઈની અનેક ફરિયાદ નોંધાઈ છે ત્યારે પોલીસ બને બાજુ તપાસ કરી રહી છે

Tags:    

Similar News