અમદાવાદ : કોમી એકતાના વાતાવરણમાં યોજાશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા, પોલીસની "મોહલ્લા" મિટિંગ મળી

ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોમી એકતાના વાતાવરણમાં ભાઈચારા સાથે નીકળે તે માટે પોલીસ દ્વારા હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો સાથે એકતા મિટિંગ યોજવામાં આવી હતી.

Update: 2022-06-25 11:30 GMT

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોમી એકતાના વાતાવરણમાં ભાઈચારા સાથે નીકળે તે માટે પોલીસ દ્વારા હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો સાથે એકતા મિટિંગ યોજવામાં આવી હતી.

અમદાવાદ શહેરમાં હવે ગણતરીના દિવસોમાં જ રથયાત્રા મહોત્સવનું યોજાવા જઈ રહ્યો છે, ત્યારે પોલીસના કહેવા મુજબ આ વર્ષે હિન્દુ અને મુસ્લિમ સમાજને સાથે રાખવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ તબક્કામાં રક્તદાન કેમ્પ કરવામાં આવ્યા હતા. તો બન્ને સમાજને સાથે રાખવા માટે મોહલ્લા મિટિંગ અને શાંતિ સમિતિની 50થી વધુ મિટિંગ કરવામાં આવી છે. આ વર્ષે સમિતિમાં યુવાનોને પણ અગ્રતા આપવામાં આવી છે. તો સ્કૂલના બાળકોને પણ સાથે રાખવામાં આવ્યા છે. વડીલો સાથે મંથન કરવામાં આવ્યું, તો ખાસ કરીને મહિલાઓ માટે પણ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના 5 આઇપીએસ મહિલા અધિકારીઓને વિશેષ જવાબદારી આપવામાં આવી છે. એટલું જ નહીં, શહેરના સંવેદનશીલ વિસ્તારમાં અલગ અલગ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. આ રથયાત્રાનું મુખ્ય આકર્ષણ અખાડા અને ભજન મંડળીઓ સાથે પણ સ્નેહમિલન કરવામાં આવી રહ્યા છે. રથયાત્રાના દિવસે ગરમી હોવાથી જે ખલાસીઓ રથ ખેંચે છે તેમને હાથના વિશેષ મોજા પણ આપવામાં આવશે. આમ વન ટુ વન લોકો સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે. તો હિન્દુ અને મુસ્લિમ યુવાનો વચ્ચે ક્રિકેટ મેચ પણ યોજવામાં આવી હતી, ત્યારે હાલ તો આ રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં નીકળે તે માટે પોલીસ દ્વારા તમામ વર્ગને સાથે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Tags:    

Similar News