અમદાવાદ: આસારામ આશ્રમમાંથી ગુમ થયેલ યુવાને કર્યો મેઈલ,કહ્યું જાતે જ ગુમ થયો છું !

આશ્રમમાંથી ગુમ થયેલા યુવકના કેસમાં નવો વળાંક યુવકે આસારામ આશ્રમના મેઇલ પર સંપર્ક કર્યો

Update: 2021-11-17 11:41 GMT

હંમેશા વિવાદમાં રહેતા આસારામ આશ્રમમાંથી ગુમ થયેલા યુવકને લઈને નવો વળાંક સામે આવ્યો છે. જેમા યુવકે આશ્રમના મેઈલ આઈડી પર મેઈલ કરીને સ્વેચ્છાએ પોતે ગાયબ થયો હોવાનો ઉલ્લેખ કર્યો છે.તો પરિવારજનો આ મામલે શંકા વ્યક્ત કરી રહ્યા છે..

અમદાવાદ આસારામ આશ્રમમાંથી યુવક ગુમ થવાને લઈને નવો વળાંક સામે આવ્યો છે. ગુમ થયેલ યુવક વિજય યાદવે આસારામ આશ્રમના મેઇલ પર સંપર્ક કર્યો હતો. જે મામલે કથિત મેઈલ પર લખાણનો ફોટો પણ સામે આવ્યો છે. વિજય યાદવ તેના મિત્રો સાથે આશ્રમમાં આવ્યો હતો 3 થી 10 ડિસેમ્બર સુધી યુવક અમદાવાદ આશ્રમમાં રહ્યો હતો. આધ્યાત્મિક શાંતિ માટે કેટલાક સમયમાં એકાંતમાં જઈ રહ્યો છું તેવું પણ ગુમ થયેલા યુવકે કહ્યું છે. સાથે જ મેઈલમાં તેણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે દીક્ષા લીધા બાદ મારી આત્મિક ઉન્નતિ થવા લાગી હતી. આશ્રમ પર આક્ષેપો ન લગાવવા યુવકે ઉલ્લેખ કર્યો છે..

ગુમ થયેલા યુવકે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે તેના પરિવારજનો તેને ગેરમાર્ગે જતા રોકી રહ્યા છે. ઉપરાંત તેણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે મે મારી મરજીથી નિર્ણય લીધો છે. તેમાં કોઈનો દોષ છે જ નહીં. યુવકે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે આશ્રમ પર કોઈ આક્ષેપો ન લગાડતા, હુ સમય આવતા પાછો આવી જઈશ. સમગ્ર મામલે યુવકને શોધવા માટે ક્રાઈમ બ્રાંચની ટીમ પણ તપાસમાં જોડાઈ ગઈ છે. આશ્રમ દ્વારા પરિવારજનોની વેદના અંગે પણ વિજય યાદવને માહિતગાર કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે ચાંદખેડા પોલીસને ફોન કરીને સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવી છે

Tags:    

Similar News