અમદાવાદ: ઇન્કમટેક્સ વિભાગની કાર્યવાહીમાં એસ્ટ્રલ અને રત્નમણિ મેટલ્સના કરોડો રૂપિયાના બિન હિસાબી વ્યવહાર ઝડપાયા

અમદાવાદમાં આયકર વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એસ્ટ્રલ અને રત્નમણિ મેટલ્સમાંથી કરોડો રૂપિયાના બિન હિસાબી વ્યવહાર મળી આવ્યા છે

Update: 2021-11-26 06:20 GMT

અમદાવાદમાં આયકર વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એસ્ટ્રલ અને રત્નમણિ મેટલ્સમાંથી કરોડો રૂપિયાના બિન હિસાબી વ્યવહાર મળી આવ્યા છે

અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી ઇન્કમટેક્સ વિભાગની કાર્યવાહી મોટા પ્રમાણમાં ચાલી રહી છે. ત્યારે ત્રણ દિવસથી એસ્ટ્રલ અને રત્નમણિ મેટલ્સ પર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દરોડાની કાર્યવાહી ચાલુ હતી. એસ્ટ્રલ પાઈપના ચેરમેન સંદીપ એન્જિનિયર અને રત્નમણિના ચેરમેન પ્રકાશ સંઘવીને ત્યાંથી તપાસમાં 4 કરોડની જ્વેલરી અને પ્રકાશ સંઘવીને ત્યારથી અત્યાર સુધીમાં અંદાજે રૂ.200 કરોડના બિનહિસાબી વ્યવહાર મળી આવ્યા છે. ઉપરાંત શહેરના મોનાર્ક ગ્રૂપને ત્યાં પણ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું. મોનાર્ક ગ્રૂપના સર્વર, દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે.એસ્ટ્રલ અને રત્નમણિ મેટલ્સ પર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દરોડાની કાર્યવાહી માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ દેશભરમાં અલગ અલગ 40 જગ્યાએ થઈ હતી. દિલ્હી, અમદાવાદ, ગાંધીધામ સ્થિત કેમીકલના વેપારીઓને ત્યાં પણ દિલ્હીના ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.તપાસમાં અંદાજે રૂ.56 કરોડનું પાડોશી દેશોમાંથી કેમિકલ ખરીદી બીજા દેશમાં તેની ચુકવણી કરી હવાલાથી મોટા પ્રમાણમાં પૈસા ટ્રાન્સફર કર્યા હોવાનું બહાર આવ્યું છે.  

Tags:    

Similar News