અમદાવાદ: સોશ્યલ મીડિયા પર પોસ્ટ મામલે યુવાનની ગોળી મારી હત્યાના પડઘા ! ધંધુકા બંધને સમર્થન

ધંધુકામાં માલધારી યુવકની હત્યાના મામલે સમગ્ર ગામમાં હાલ ભારેલા અગ્નિ જેવો માહોલ થઈ જવા પામ્યો છે.

Update: 2022-01-27 06:16 GMT

અમદાવાદ પાસે આવેલ ધંધુકામાં માલધારી યુવકની હત્યાના મામલે સમગ્ર ગામમાં હાલ ભારેલા અગ્નિ જેવો માહોલ થઈ જવા પામ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી જ ધંધુકા સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યું હતું.જેને લઈને જિલ્લામાં પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું. અને ધંધુકામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરી દેવામાં આવ્યો હતો. બીજી તરફ આ ઘટના બાદ ધંધુકા ધંધુકાના PI સી.બી.ચૌહાણ ને હટાવી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ સાણંદના PI આર.જી.ખાંટને ધંધુકામાં મુકવામાં આવ્યા હતાં.આ ઘટનાને પગલે પોલીસે તપાસ શરૂ કરી તો સામે આવ્યું કે થોડા દિવસ પહેલા કિશને એક ધર્મ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કરી હતી.જેની અદાવત રાખી કેટલાક લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હોઈ શકે. કારણ કે કિશન સામે જે તે સમયે પોલીસ કાર્યવાહી પણ કરાઈ હતી. અને બાદમાં કેટલાક લોકો તેનાથી રોષે ભરાયા હતા. પણ કિશન ત્યારથી જ તેના ઘરે હતો અને ગઈકાલે ઘરેથી નીકળ્યો ત્યારે મોકાનો લાભ લઇ તેની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ માની રહી છે. તો બીજી તરફ હાલ અમદાવાદ ગ્રામ્ય રેન્જ આઈજી, એસપી, બે ડીવાયએસપી, પાંચથી વધુ પીઆઇ, સાતેક પીએસઆઇ તથા અડધા જિલ્લાની પોલીસ ખડકી દેવાઈ છે. તપાસ એસઓજી ને સોપાતા એલસીબી એસઓજી પણ તપાસમાં જોતરાઈ છે

Tags:    

Similar News