અમદાવાદ:દિવાળીના પાવન પર્વે વિવિધ દેવાલયોમાં ભક્તોની ભારે ભીડ, દેવ દર્શન કરી ધન્યતા અનુભવી

Update: 2022-10-24 08:23 GMT

દિવાળીનો તહેવાર રાજ્યભરમાં ઉત્સાહથી ઉજવાઈ રહ્યો છે પરિવાર સાથે લોકો આ તહેવારની મજા માણી રહ્યા છે ત્યારે આજે દિવાળીના પાવન દિવસે અમદાવાદમાં મહાલક્ષ્મી મંદિરમાં લોકોની ભારે ભીડ જોવા જોવા મળી હતી.

પ્રકાશના પર્વ દિવાળીની આજે ઉજવણી કરવામાં આવી રહી છે. જીવનને અંધકારમાંથી ઉજાશ તરફ લઈ જતાં આ પર્વની સમગ્ર રાજયમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.આજે સવારથી અમદાવાદમાં ડ્રાઈવ ઇન રોડ પર આવેલ પ્રાચીન મહાલક્ષ્મી મંદિર ખાતે લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ભક્તોએ આજના શુભ દિવસે દેવદર્શન કરી ધનયતા અનુભવી હતી. દિવાળીના પર્વ નિમિત્તે મંદિરને વિવિધ શણગારોથી સુશોભિત કરવામાં આવ્યું હતું.

Tags:    

Similar News