અમદાવાદ: PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે બંગાળી મુસ્લિમ સમાજે 72 કીલોની કેક કાપી કરી અનોખી ઉજવણી

પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે રાજ્યભરમાં અલગ અલગ રીતે ઉજવણી કરી રહી છે

Update: 2022-09-17 07:55 GMT

PM મોદીના 72માં જન્મદિવસની ગુજરાતભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં બંગાળી મુસ્લિમ સમાજે પણ 72 કિલોની કેક કાપી પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી

પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે રાજ્યભરમાં અલગ અલગ રીતે ઉજવણી કરી રહી છે ત્યારે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં બંગાળી મુસ્લિમ સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા પણ કેક કાપી પીએમ મોદીને જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવી હતી.ખાસ 72 કિલોની કેક બનાવવામાં આવી હતી પીએમ જ્યારે રાજ્યના સીએમ હતા ત્યારથી આ સમાજ દ્વારા દર વર્ષે તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે.અહીં કેક કાપી એક બીજાના મોઢા મીઠા કરવામાં આવ્યા હતા. આગેવાન રઉફ બંગાળીએ જણાવ્યું હતું કે પીએમ ગુજરાતના પનોતા પુત્ર છે જે આપણા માટે ગર્વની વાત છે તેમના દીર્ઘાયુ માટે દુઆ કરવામાં આવી છે અને આજ રીતે તેઓ દેશ અને ગુજરાતનો વિકાસ કરતાં રહે તેવી શુભકામના પાઠવી છે

Tags:    

Similar News