અમદાવાદ: અંગત અદાવતમાં ફાયરિંગ કરનાર 3 આરોપીની પોલીસે કરી ધરપકડ

રખિયાલ વિસ્તારમાં આવેલી કાશીબાઇની ચાલી નજીક મોડી રાત્રે નવ રાઉન્ડ ફાયરીંગ કરીને આતંક મચાવનાર ત્રણ આરોપીઓની એસઓજીએ ધરપકડ કરી છે.

Update: 2023-01-24 08:00 GMT

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલી કાશીબાઇની ચાલી નજીક મોડી રાત્રે નવ રાઉન્ડ ફાયરીંગ કરીને આતંક મચાવનાર ત્રણ આરોપીઓની એસઓજીએ ધરપકડ કરી છે.

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતા નાસિર હુસેન શેખ નામના વ્યક્તિએ રખીયાલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, 21મી જાન્યુઆરીના દિવસે તેમના મિત્રની દીકરીની સગાઈ હોવાથી તેઓ મિત્રો સાથે કાશીબાઇની ચાલી પાસે ફુટપાથ બેઠા બેઠા તાપણી કરી રહ્યાં હતાં.આ દરમિયાન, ફજલ અહમદ શેખ, તેનો ભાઈ અલ્તાફ અને ચાર મિત્રો ગાડીમાં ત્યાં આવી પહોંચ્યા હતાં અને મારામારી કરી ફાયરિંગ કર્યા હતા આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને SOG સહિત પોલીસ આરોપીને પકડવા માટે કામે લાગી હતી. આ બાદ, SOGને બાતમી મળતા ફઝલ શેખ, મેહફુસમિયા મલેક અને લુકમાન ઉર્ફે સમીર ભટ્ટીની નરોડા પાસેથી ધરપકડ કરી છે. આરોપી ફઝલની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, જુહાપુરના જાવેદ નામના શખ્સ પાસેથી 40 હજારમાં હથિયાર ખરીદ્યું હતું અને અંગત અદાવતમાં ફાયરિંગ કરાયું હતું જે હથિયાર વડે ફઝલે ફાયરિંગ કરી રિલ પણ બનાવી હતી પોલીસે ત્રણેય આરોપીને રખિયાલ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે

Tags:    

Similar News