અમદાવાદ: ખોટા ડોક્યુમેન્ટના આધારે PSI બનવા કરાઈ એકેડમી પહોંચેલી યુવતીની પોલીસે કરી ધરપકડ

ખોટા ડોક્યુમેન્ટના આધારે PSI બનવા કરાઈ એકેડમી પહોંચેલી અમદાવાદની યુવતી પકડાઈ છે.

Update: 2023-02-21 10:33 GMT

ખોટા ડોક્યુમેન્ટના આધારે PSI બનવા કરાઈ એકેડમી પહોંચેલી અમદાવાદની યુવતી પકડાઈ છે. તાજેતરમાં લેવાયેલ પોલીસ ભરતીમાં પાસ થયેલ ઉમેદવારોની કરાઈ એકેડમી ખાતે ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે. પોલીસ બનવા માંગતી યુવતી ખોટા ડોક્યુમેન્ટ તૈયાર કરી પત્ર હાથથી લખી વિકાસ સહાયની ખોટી સહી કરી પહોંચી હતી. લિસ્ટમાં નામ ન હોવાથી અને હસ્ત લિખિત લેટરના કારણે શંકા જતાં ભાંડો ફૂટ્યો હતો. આ મામલે યુવતી સામે ફરિયાદ નોંધાઈ છે.પોલીસ બનવા માંગતી ધારા જોશી નામની આ યુવતીએ ખોટા ડોક્યુમેન્ટ તૈયાર કર્યા, જેમાં પત્ર હાથેથી લખી વિકાસ સહાયની ખોટી સહી કરી હતી.

કરાઈ પોલીસ એકેડેમી ના અધિકારીઓને જાણ થતાં પાસ થયેલા ઉમેદવારોનું લિસ્ટ ચેક કર્યું હતું. લિસ્ટમાં નામ ન હોવાથી અને હસ્ત લિખિત લેટરના કારણે શંકા ગઈ હતી. ડભોડા પોલીસે વેજલપુરની ધારા જોશી સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ યુવતી કરાઈ એકેડમી પહોંચી હતી. જ્યાં કંટ્રોલ રૂમમાં ઓપરેટરે તેની પાસેથી તમામ દસ્તાવેજો માંગ્યા હતા. યુવતીએ પોતે ભરેલું પરીક્ષા ફોર્મ, ડોક્યુમેન્ટ અને હાથથી લખેલો એક પત્ર રજૂ કર્યો હતો. જેમાં વિકાસ સહાયની સહી કરેલી હતી. જે ખોટો જણાતા ઓપરેટરે PSI ભરતીમાં પાસ તમામ 289 ઉમેદવારોનું લિસ્ટ ચેક કરતા તમામ હાજર હતા અને કોઈ બાકી નહોતું. જે બાદ શંકા જતા ઓપરેટરે ઓફિસર જાણ કરી હતી. ઉપરી અધિકારી ઓર્ડર અને ડોક્યુમેન્ટ લઈને ટ્રેનિંગ માટે પહોંચેલી યુવતીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તેને પોલીસની નોકરી કરવી હતી, પરંતુ પરીક્ષા પાસ કરી શકી નહોતી. જેના લીધે જાતે ઓર્ડર લેટર તૈયાર કર્યો હતો અને વિકાસ સહાયની પણ ખોટી સહી કરી હતી. આ સમગ્ર મામલે હાલ યુવતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Tags:    

Similar News