અમદાવાદ: સોશિયલ મીડિયામાં મહિલાને બદનામ કરનાર યુવાનની પોલીસે કરી ધરપકડ

સોશિયલ મીડિયાના માધ્યમથી એક મહિલાને સમાજમાં બદનામ કરવાનો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે.

Update: 2022-07-30 10:34 GMT

આજના સમયમાં સોશિયલ મીડિયાનો જેટલા ફાયદા છે એટલા જ સામે ગેરફાયદા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી એક મહિલાને સમાજમાં બદનામ કરવાનો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. ત્યારે સાયબર ક્રાઇમે આ કિસ્સામાં ફરિયાદ નોંધી આરોપીને પકડી પાડ્યો છે.

અમદાવાદમાં ઇસનપુરમાં રહેતી એક બહેનને કોઈ અજાણી વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયામાં ફેક આઈડી બનાવી તેને ખોટી રીતે સમાજમાં બદનામ કરવા પ્રયત્ન કરી હેરાન પરેશાન કરતો હતો. જે બાબતે તે મહિલા સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી. તે બાબતે સાયબર ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરી હતી. જે બાબતે સાયબર ક્રાઇમ દ્વારા અમીતકુમાર વર્મા નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી ઇન્સ્ટાગ્રામ માં ફરિયાદી મહિલાની ફેક પ્રોફાઇલ બનાવી ફરિયાદી મહિલા હેરાન પરેશાન કરતો હતો. આરોપી અને ફરિયાદી એક વિસ્તારમાં રેટ હતા અને ફરિયાદી મહિલાની નાની બહેનના પરિચયમાં આવેલ હતો.

ફરિયાદી મહિલાની બહેન અને આરોપી સોશિયલ મીડિયાથી વાતચીત પણ કરતા હતા. આરોપી ફરિયાદીના નાની બહેનના એક તરફી પ્રેમમાં હતો તેની બહેન તેની જોડે વાતચીત કરતી ના હતી તેથી અલગ અલગ ફેક પ્રોફાઇલ બનાવી તેની જોડે વાત કરવાનો પ્રયત્ન કરતો હતો. આરોપીઓ ફરિયાદી મહિલા ને મેસેજ કરેલા હતા જે પૂછપરછ માં સામે આવ્યું હતું. જે બાબતે સાયબર ક્રાઇમ દ્વારા આરોપીની મોબાઈલ ફોન પણ કબજે લેવામાં આવ્યો છે. 

Tags:    

Similar News