અમદાવાદ: પોલીસના નામનો રૌફ જમાવી યુવાન પાસે રૂપિયા પડાવનાર આરોપીની રામોલ પોલીસે કરી ધરપકડ

સીટીએમ ચાર રસ્તા પર બાઇક પર એક યુવક જતો હતો ત્યારે બે અજાણ્યા શખ્સોએ પોલીસની ઓળખ આપી તેને અટકાવી રૂપિયા પડાવ્યા હતા

Update: 2023-02-15 12:21 GMT

અમદાવાદ શહેરમાં સીટીએમ ચાર રસ્તા પર બાઇક પર એક યુવક જતો હતો ત્યારે બે અજાણ્યા શખ્સોએ પોલીસની ઓળખ આપી તેને અટકાવી રૂપિયા પડાવ્યા હતા. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતા સૈફ અલી શેખ ગઇ કાલે બપોરે કંપનીના કામથી કઠવાડા તરફ જઈ રહ્યાં હતાં.

તે સમયે સીટીએમ બી આર ટી એસ બસ સ્ટેન્ડ પાસે મોટર સાયકલ પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેને મોટર સાયકલ સાઇડમાં ઉભું રખાવી પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી. યુવકને તું દારૂનો ધંધો કરે છે. તારા ધંધા મને ખબર છે.તું ચાલ પોલીસ સ્ટેશન તારા વિરુદ્ધમાં ફરિયાદ કરવી છે.આટલું કહીને તે લોકો બિભત્સ ગાળો બોલવા લાગ્યા હતા.

જો પોલીસ સ્ટેશન ના આવવું હોય તો રૂપિયા વીસ હજાર દંડ ભરવા માટે કહ્યું હતું. જો કે યુવકે તેની પાસે માત્ર એક હજાર રૂપિયા હોવાનું કહેતા આ બંન્ને ગઠિયાઓએ તેની પાસેથી રૂપિયા એક હજાર પડાવી પલાયન થઈ ગયા હતા.પોલીસે આ મામલે બંને શખ્સો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને એક આરોપીની ધરપકડ કરી છે અને અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Tags:    

Similar News