અમદાવાદ : ઘરફોડ ચોરી કરનાર રીઢો તસ્કર ઝડપાયો, રૂ. 3.50થી વધુનો મુદ્દામાલ જપ્ત...

જુદા જુદા વિસ્તારમાં ઘરફોડ ચોરી કરનાર રીઢા આરોપીને લાખો રૂપિયાના ચોરીના મુદામાલ સાથે ઝડપી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Update: 2022-04-08 12:27 GMT

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જુદા જુદા વિસ્તારમાં ઘરફોડ ચોરી કરનાર રીઢા આરોપીને લાખો રૂપિયાના ચોરીના મુદામાલ સાથે ઝડપી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, મહારાજ ઉર્ફે ભૂરા ખાન નામના શખ્સને ચોરીના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી મુદામાલ છુપાવવા માટે બાપુનગર પોલીસ લાઈન તરફ જતા તેને બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી મહારાજ ઉર્ફે ભુરો જ્યારે ચોરીનો માલ સગેવગે કરવા જતો હતો, ત્યારે તેને લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ પાસે તેને ઝડપી પાડવામાં આવ્યો છે. તેની પાસેથી પોલીસે સોનાના 3,14,680 રૂપિયાના દાગીના અને ચાંદીના 1500 રૂપિયાના દાગીના અને અન્ય ધાતુ તથા મોબાઈલ ફોન મળી સીએનજી રીક્ષા કિંમત રૂપિયા 70,000 મળી કુલ 3,86,680 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આરોપીએ પોલીસ સમક્ષ અત્યાર સુધીમાં 25થી 30 જેટલી ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. જેમાં અમદાવાદમાં ઓઢવ, નિકોલ તથા વાડજમાં છેલ્લા 5 વર્ષથી જુદી જુદી જગ્યાએ ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. આરોપી અગાઉ પણ વેજલપુર પોલીસ સ્ટેશનોમાં ઘરફોડ ચોરી અને સોલા પોલીસ સ્ટેશનમાં જુગાર કેસમાં ઝડપાયેલ છે. 

Tags:    

Similar News