અમદાવાદ : સોની લાખો રૂા. સોનાના દાગીના લઈ ફરાર,મુદ્દામાલ રીકવર ન કરતાં પોલીસ શંકાના ઘેરામાં

રપોર્ટ પોલીસે 12 લાખની ઠગાઈની ફરિયાદ તો નોંધી પણ મધ્યમ વર્ગના લોકો સાથે મુદ્દામાલ પરત ન મેળવી અન્યાય પણ કર્યો હોવાની બુમો ઉઠી છે.

Update: 2022-01-23 13:22 GMT

અમદાવાદમાં એક સોની 12 જેટલા લોકોના લાખો રૂપિયાની કિમંતના દાગીના લઇ ફરાર થઇ ગયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં પોલીસની પણ ભુમિકા શંકાસ્પદ હોવાની ચર્ચા છે. સોનીનો વ્યવસાય કરતાં ગોપાલ લાલચંદાણી ઉપર લોકોનું સોનું હડપ કરી જવાનો આરોપ લાગ્યો છે. તેણે લોકોના દાગીના પરત નથી આપ્યા.આશરે બારેક લોકો કે જે મધ્યમ વર્ગના લોકોએ આરોપીને દાગીના બનાવવા માટે આપ્યાં હતાં. દાગીના પરત આપવાના બદલે તે દુકાનને તાળા મારી ફરાર થઇ ગયો હતો.એરપોર્ટ પોલીસે 12 લાખની ઠગાઈની ફરિયાદ તો નોંધી પણ મધ્યમ વર્ગના લોકો સાથે મુદ્દામાલ પરત ન મેળવી અન્યાય પણ કર્યો હોવાની બુમો ઉઠી છે.

આરોપી સામે ફરિયાદ નોંધાવનાર વ્યક્તિએ દીકરીના લગ્ન લીધા હતા અને આરોપીએ એક તરફ ફુલેકુ ફેરવ્યું ત્યાં હવે પોલીસે મુદ્દામાલ પણ રિકવર ન કરતા ફરિયાદીને પ્રસંગ કેમનો કરવો તે એક સમસ્યા છે. સાથે જ કેટલાય એવા લોકો છે જેઓએ જુના દાગીના રીપેરીંગ માટે આપ્યા હતા તે દાગીના આરોપીએ પોતે રાખી લઈ કોઈને પરત નથી કર્યા. જેથી પોલીસને જાણ થઈ અને પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી.પણ હવે આ મધ્યમ વર્ગના લોકોની મિલકતનું શુ? તે સવાલ સહુ કોઈના મનમાં થઈ રહ્યો છે.

Tags:    

Similar News