અમદાવાદ: બોપલ બ્રિજ તૂટવાની ઘટના મામલે સરકાર દ્વારા કન્સલ્ટિંગ કંપનીને 3 વર્ષ માટે કરાય બ્લેકલિસ્ટ

29 સપ્ટેમ્બરે સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ ડેલ્ફ કન્સલ્ટિંગ એન્જિનિયરિંગ અને ત્રણ વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવા નિર્ણય કર્યો છે

Update: 2022-10-02 07:13 GMT

બોપલમાં 78 કરોડના ખર્ચે બની રહેલા ઓવરબ્રિજનું કામ ચાલુ હતું તે દરમિયાન 21 ડિસેમ્બર, 2021ની રાત્રે જ બ્રિજનો સ્લેબ તૂટી પડ્યો હતો. ઘટના બાદ સરકારે તાત્કાલિક બ્રિજ નિર્માણનું કામ અટકાવ્યું હતું અને તપાસના આદેશ કર્યા હતા. આ બ્રિજનો કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોન હતો જ્યારે બ્રિજની ડિઝાઇન ડેલ્ફ કન્સલ્ટિંગ એન્જિનિયરિંગે તૈયાર કરી હતી. તેની સામે નવેમ્બર, 2020થી તપાસ ચાલી રહી હતી તે દરમિયાન બોપલ બ્રિજ પડવાની ઘટના બની હતી.

29 સપ્ટેમ્બરે સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ ડેલ્ફ કન્સલ્ટિંગ એન્જિનિયરિંગ અને ત્રણ વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવા નિર્ણય કર્યો છે. સરકારે ઓર્ડર માં જણાવ્યું છે કે, ડેલ્ફ કન્સલ્ટિંગ એન્જિનિયરિંગ સામે 2020થી તપાસ ચાલી રહી હતી. સરકારના આ નિર્ણયને કંપનીએ કુદરતી ન્યાયના સિદ્ધાંત નું હનન ગણાવીને હાઈકોર્ટમાં ચેલેન્જ કર્યો હતો. નવેમ્બર, 2021માં હાઈકોર્ટે ડેલ્ફ કન્સલ્ટિંગ કારણદર્શક નોટિસ ફટકારી હતી. આ કંપનીએ કરેલી કામગીરીમાં ગેરરીતિ બાબતે તપાસ કર્યા બાદ કંપની અને તેના ડાયરેક્ટરને ત્રણ વર્ષ માટે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ સાથે કામ કરવા બ્લેક લિસ્ટ કર્યા છે.

ડેલ્ફ કન્સલ્ટિંગ એન્જિનિયરિંગની અનેક ગેરરીતિની ફરિયાદ સામે આવી હતી. તે સંદર્ભે તપાસ પણ શરૂ થઈ હતી તેમ છતાં અધિકારીઓ દ્વારા આ કંપનીને કામ આપવામાં આવ્યું હતું. હાલ સરકારે કંપનીને ત્રણ વર્ષ માટે બ્લેક લિસ્ટ કરી છે, પણ કંપનીનું હજુ આશરે 75 કરોડના કામ ચાલુ છે. જેમાં બોપલ ઉપરાંત સુરેન્દ્રનગર, મોરબી એને રાજકોટમાં બ્રિજ સહિત અન્ય કામો પેન્ડિંગ છે.

Tags:    

Similar News