અમદાવાદ: એકના ત્રણ ઘણા રૂપિયાની લાલચ આપી લૂંટતી ગેંગની પોલીસે કરી ધરપકડ,જુઓ લોકોને કઈ રીતે બનાવતી હતી શિકાર

અમદાવાદમાં સસ્તા ભાવે સોનાના બિસ્કીટ આપવાનો અને એકના ત્રણ ઘણા રૂપિયા આપવાની લાલચ આપીને લોકોને લૂંટતી ગેંગનો પર્દાફાશ થયો છે.

Update: 2023-02-03 07:18 GMT

અમદાવાદમાં સસ્તા ભાવે સોનાના બિસ્કીટ આપવાનો અને એકના ત્રણ ઘણા રૂપિયા આપવાની લાલચ આપીને લોકોને લૂંટતી ગેંગનો પર્દાફાશ થયો છે. આ ગેંગ લોકોને પોતાના વિશ્વાસમાં લઈ અવાવરુ જગ્યાએ લઈ જતી હતી જે બાદ નકલી પોલીસ બની લૂંટ તથા ધાડના ગુનાને અંજામ આપતી હતી

અમદાવાદના કેરાળા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લૂંટના ગુનામાં પોલીસની અલગ-અલગ ટીમો બનાવી આરોપીને પકડવા માટે તપાસ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને મળેલ માહિતીના આધારે લૂંટ તથા ધાડના ગુનાને અંજામ આપતી ગેંગના સાત આરોપીને પકડવામાં સફળતા મળી છે. પોલીસે ભાવેશ પરમાર, ઘનશ્યામ સરવૈયા, ચતુર ભરવાડ, વસીમ ચૌહાણ, મહેશ વાઘેલા, ચંદુ ઉર્ફે કેસી પટેલ અને ચૌહાણ નામના આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે બે કાર, 12 મોબાઈલ, એક નકલી પિસ્તોલ, નકલી રિવોલ્વર અને રોકડ રકમ સહિત કુલ પાંચ લાખ 73 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.આરોપીઓ સોનાના બિસ્કીટ ઓછા ભાવે આપવાનું અથવા તો એકના ત્રણ ઘણા રૂપિયા કરી આપવાનું કહીને ભોગ બનનારને વિશ્વાસમાં લઈ અવાવરૂ જગ્યાએ બોલાવતા હતા. અને બાદમાં નકલી પોલીસ બનીને રેડ કરી લૂંટ કરીને ફરાર થઈ જતા હતા. પકડાયેલા આરોપીઓ વસીમ, મહેશ અને શરીફ સિંહ અગાઉ પણ ધરમપુર, વલસાડ ખાતે રૂપિયા 39 લાખ લઈ સોનુ નહીં આપીને નકલી પોલીસ બની લૂંટ કરેલ હતી. જે અંગે ધરમપુર પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયો છે

Tags:    

Similar News