અમદાવાદ: હાઈકોર્ટમાં નિમણૂક થયેલ 7 નવા ન્યાયાધીશનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો

Update: 2021-10-18 11:39 GMT

ગુજરાત હાઈકોર્ટમાં નિમણૂક થયેલ 7 નવા ન્યાયાધીશનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદકુમારે 7 ન્યાયાધીશ શપથ લેવડાવ્યા હતા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કર્ણાટકના અરવિંદ કુમારની નિમણુંક બાદ નવા 7 ન્યાયધીશની પણ નિમણૂક કરવામાં આવી છે ત્યારે આજે હાઇકોર્ટના પરિસરમાં આજે ચીફ જસ્ટિસે સાતેય ન્યાયાધીશને શપથ ગ્રહણ કરાવ્યા હતા.

શપથ ગ્રહણ બાદ સીએમ ભુપેન્દ્ર પટેલે નવ નિયુક્ત ન્યાયાધીશ સાથે ઔપચારિક મુલાકાત કરી હતી તો કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે રાજ્ય માટે આજનો દિવસ લકી છે કારણકે એક સાથે 7 નવા જજ મળ્યા છે।દરેકને સાચો ન્યાય મળે તે દિશામાં કાર્યરત થશે. સરકાર પણ ન્યાયતંત્રને દરેક સુવિધા આપવા માટે માટે તત્પર રહી છે આવનાર દિવસોમાં એક પ્રયાસ કરવામાં આવશે હાઈકોર્ટમાં જે પણ ચુકાદા આવે તે સીધા જે તે વિભાગને અપલોડ થાય તો આગળની કાર્યવાહી તાત્કાલિક થઇ શકે

Tags:    

Similar News