અમદાવાદ: GRDના બે જવાનો રૂ.30 હજારની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા

ફરિયાદી આવી લાંચની રકમ આપવા માંગતા ન હતા. જેથી એસીબીનો સંપર્ક કર્યો હતો

Update: 2022-08-15 06:29 GMT

ગુજરાત એસીબીએ ફરીવાર 2 લોકો ને લાંચ લેતા રંગે હાથ પકડી પડ્યા છે. બન્ને આરોપીઓ રૂપિયા 30 હજારની લાંચ માંગી હતી અને જે લાંચની રકમ તે લોકો લેતા પકડાઈ જતા ACBએ વધુ કાર્યવાહી કરી છે. આરોપી જનકભાઇ રસીકભાઇ મિસ્ત્રી, જી.આર.ડી નાયક, બોપલ પો.સ્ટે.અને વિપુલ શાંતીલાલ શાહ જી.આર.ડી. તાલુકા માનદ અધિકારી, તા.દસકોઈ , જી. અમદાવાદ બંને લોકોને એસીબીએ પકડીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.


આ ગુન્હો 14 ઓગસ્ટના રોજ બન્યો હતો અને બંને આરોપીઓ લાંચની માંગણીની રકમ 30,000ની કરી હતી. જે પૈકી 30,000 હજાર રૂપિયા સ્વીકારેલ પણ છે. મળતી માહિતી પ્રમાણે, આ લોકો બોપલ પોલીસ સ્ટેશનની બાજુમાં બોપલમાં લાંચની રકમ લીધી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો આ કેસમાં ફરિયાદી અને તેમના બે મિત્રોને જી.આર.ડી સભ્યપદેથી ફરજ મોકુફ કરવામાં આવ્યા છે. ત્રણેયને ફરજ પર પુન: સ્થાપિત કરવા માટે બન્ને આરોપીઓ એકબીજાનાં મેળાપીપણામાં રૂપિયા 30000ની લાંચની માંગણી કરી હતી.

પરંતુ ફરિયાદી આવી લાંચની રકમ આપવા માંગતા ન હતા. જેથી એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીએ ફરિયાદીની ફરિયાદ આધારે રવિવારે લાંચનું છટકું ગોઠવી આરોપીઓ પંચની હાજરીમાં ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની રકમની માંગણી કરી હતી. બંને આરોપીઓ રંગે હાથે પકડાઈ ગયા છે

Tags:    

Similar News