અમદાવાદ : સુરતમાં 24થી વધારે ગુનામાં વોન્ટેડ અશરફ નાગોરી નવાપુરથી ઝડપાયો

Update: 2021-09-19 12:11 GMT

હવે વાત અશરફ નાગોરીની.. એ જ અશરફ કે જેની સામે જેહાદી કાવતરા સહિતના અનેક ગુનાઓ નોંધાયાં છે. ગુજરાત એટીએસની ટીમે અશરફને નવાપુરથી ઝડપી પાડયો છે.....

સુરત શહેરમાં અનેક ગુનાઓમાં મોસ્ટ વોન્ટેડ આરોપી મોહમ્મદ અશરફ નાગોરીની એક બાતમીના આધારે ગુજરાત એટીએસે મહારાષ્ટ્રના નવાપુરથી ધરપકડ કરી છે. આરોપી અનેક ગંભીર ગુનામાં સંડોવાયેલો છે અને તેના પર ગુજસીટોક પણ લગાવવામાં આવેલ છે. અશરફ નાગોરી સામે સુરત પો.સ્ટેશનમાં આર્મ્સ એક્ટ સહીત કુલ ૨૪ જેટલા ગુના નોંધાયેલાં છે. આરોપી છેલ્લા 9 મહિનાથી પોલીસને ચકમો આપીને નાસતો ફરતો હતો. આરોપી મોહમ્મદ અશરફ નાગોરી અગાઉ ૨૦૦૩માં સુરત તથા અમદાવાદમાં પોટા (POTA) હેઠળ ઝડપાયો છે. ૨૦૧૩ તથા ૨૦૧૫માં સુરત પોલીસે પાસા (PASA) હેઠળ તેની સામે કાર્યવાહી કરી હતી. ૨૦૦૫ થી ૨૦૧૦ દરમ્યાન સુરતમાં હસમુખ લાલવાલા ઉપર ફાયરીંગ કેસમાં ૭ વર્ષ સુધી અશરફ જેલના સળિયા ગણી આવ્યો છે. અમદાવાદ શહેરમાં ૨૦૦૩માં જેહાદી કાવતરાંના ગુનામાં પોટા હેઠળ પકડાયેલ છે કે જેમાં ૫૪ આરોપીઓ પકડાયા હતા જેમાં અશરફ નાગોરી પણ સામેલ હતો. હાલ આરોપી મોહમ્મદ અશરફ નાગોરી ને પૂછપરછ માટે અમદાવાદ લાવવામાં આવેલ છે. કાર્યવાહી પૂર્ણ થયા બાદ થયા તેને સુરત પોલીસને સોંપવામાં આવશે.

Tags:    

Similar News