અમદાવાદ: પોશ વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરનાર પેડલર પોલીસ પકડમાં, હથિયારો પણ મળી આવ્યા

છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં નશીલા પદાર્થના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે

Update: 2022-05-04 05:59 GMT

છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં નશીલા પદાર્થના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આ બાબતની જાણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને થતા ક્રાઈમ બ્રાન્ચે એસ.જી.હાઇવે, કર્ણાવતી ક્લબ પાસે જાહેર રોડ ઉપરથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ કરતા ત્રણ પેડલરોને 1896 ગ્રામ મેફેડ્રોન સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે મોહમ્મદ સોહેલ, મોહમ્મદ રાહીલ ઉર્ફે રાહુલબાબા અને શક્તિસિંહ શૈલેન્દ્રસિંહ ચૌહાણ ની ધરપકડ કરી હતી. હાલમાં તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.આરોપીઓની તપાસમાં જાણવા મળ્યું કે રાહીલબાબાના કબજામાંથી કબજે કરવામાં આવેલ મેફેડ્રોન નો જથ્થો આરોપી મોહમ્મદ શાહિદ કુરેશીએ આપેલ અને તેની તપાસમાં આ ડ્રગ તેને મોહમ્મદ તૌસિફ દ્વારા આપવામાં આવ્યું હતું. તેની તપાસમાં અન્ય નામ અસ્ફાક શેખ દ્વારા અને તેને આ ડ્રગ એમદ હુસૈન સરખેજ વાળા દ્વારા આપવામાં આવેલ હોવાનું સામે આવ્યું હતું.

જેથી ચારેય આરોપીઓને ઉપરોક્ત ગુનામાં અટકાયત કરી હતી. હાલમાં પાંચ આરોપીઓ 7 મે સુધી પોલીસ કસ્ટડી રીમાન્ડ ઉપર તપાસ હેઠળ છે. આરોપી એહમદ હુસેન ની તપાસમાં સામે આવ્યું કે આ ડ્રગ તેને મૅફેડ્રોનનો જથ્થો જીસાન મેમણની પાસેથી લાવેલ હોવાની હકીકત જણાવી હતી. જેથી આરોપીને ઝડપી પાડવા કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ પછી બાતમીના આધારે જીસાન મેમણની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી 1 પિસ્ટલ અને કારતુસ નંગ-8 મળી આવ્યા હતા. જેથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અન્ય ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ આરોપીઓ સ્કૂલ અને કોલેજના ને બાળકો છે તેમને આના રવાડે ચઢવાતા હતા. જે બાબતની કપ્લેન ક્રાઇમ બ્રાન્ચને મળતા ઉઠાણ પૂર્વક તપાસ કરી રહ્યા છે. અન્ય કોઈ આરોપીઓ સામેલ છે કે નહીં તે બાબતે તપાસ કરવામાં આવી છે.

Tags:    

Similar News