અમદાવાદ : કોના પર વિશ્વાસ કરવો?, પોતાના મોજશોખ પૂરા કરવા લાખોની ચોરી કરનાર આરોપી ઝડપાયો

કાગડાપીઠ વિસ્તારમાં એક ગજબનો બનાવ બન્યો છે. ખાનગી ઓફિસનો એક કર્મચારી ઓફિસના લોકરમાંથી 47 લાખ રૂપિયાની ચોરી કરીને ભાગી ગયો હતો.

Update: 2022-05-27 07:11 GMT

અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં એક ગજબનો બનાવ બન્યો છે. ખાનગી ઓફિસનો એક કર્મચારી ઓફિસના લોકરમાંથી 47 લાખ રૂપિયાની ચોરી કરીને ભાગી ગયો હતો. જેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સીટીએમ ખાતેથી ઝડપી પાડ્યો છે..

મળતી માહિતી અનુસાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 47 લાખની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી મનિષ શર્માને વડોદરા એક્સપ્રેસ હાઇવે સિટીએમ ખાતેથી વડોદરા જતાં પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી મનીષ શર્માને પકડી તેના પાસેથી 38 લાખ, એક લેપટોપ, 3 મોબાઈલ, ઇલેક્ટ્રોનિક સામાન સહિત કુલ 41.05 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી એક ખાનગી ઓફિસમાં છેલ્લા સાત વર્ષથી નોકરી કરતો હતો. ઓફીસના તમામ પૈસાની લેવડદેવડનું કામ કરતો હતો. આરોપીને પૈસાની જરૂર પડતાં તેને રાત્રિના સમયે કંપનીના લોકરમાં રાખેલા 47 લાખ જેટલી રકમની ચોરી કરી હતી.

Tags:    

Similar News