અમદાવાદ: મહાનગરપાલિકામાં AIMIM વિપક્ષમાં બેસશે ? વાંચો અસદ્દુદ્દીન ઔવેસીનો પ્લાન

પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગઢ ગુજરાતમાં જૂન મહિનાથી રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ચૂકી છે.

Update: 2021-09-20 13:50 GMT

પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગઢ ગુજરાતમાં જૂન મહિનાથી રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ચૂકી છે. ગત જૂનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની મુલાકાતથી ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈ રાજકીય ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. AAP સક્રિય થયા બાદ ભાજપે પણ ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે.આ રાજકીય ગતિવિધિઓ વચ્ચે AIMIMના ચીફ અસદ્દુદ્દીન ઔવેસી અમદાવાદની મુલાકાતે આવ્યા છે. ઓવૈસીની આ મુલાકાત અનેક રાજકીય સંકેતો આપે છે. ઓવૈસી આજે ઓપરેશન AMC પાર પાડવા માટે આવ્યા છે. આ રાજકીય ઓપરેશન પાર પાડવા તેમણે સૌથી પહેલા કોંગ્રેસના નારાજ કોર્પોરેટર એવા શહેજાદખાન સાથે મુલાકાત કરી છે. બન્ને વચ્ચેની આ મુલાકાતથી અમદાવાદમાં રાજકીય માહોલ ગરમાયો છે. ફેબ્રુઆરીમાં યોજાયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. જો કે આમ છતાં ઉંઘતી રહેલી કોંગ્રેસ હજુ પણ કોર્પોરેશનમાં વિરોધપક્ષના નેતાની પસંદગી કરી શકી નથી.વિરોધપક્ષના નેતા પદ માટે શહેઝાદખાન લોબિંગ કરી રહ્યા છે પરંતુ કોંગ્રેસ તેને ભાવ આપતી ન હોવાથી તેમણે હવે એક નવી જ ચાલ ચાલીને રાજકીય સમીકરણોમાં મોટો ઉલટ ફેર કરવાનો ઈશારો કરી દીધો છે. હાલ કોંગ્રેસના 9 કોર્પોરેટરો AIMIMના સંપર્કમાં છે અને ઓવૈસી સાથે મુલાકાત પણ કરશે જો 9 કોર્પોરેટર AIMIM જોડાઈ જાય તો એએમસી માં તેમને વિપક્ષ પદ મળી જાય અને કોંગ્રેસ ત્રીજા નંબર પર ધકેલાય શકે. જે ભાજપ માટે પણ પડકારરૂપ સાબિત થઈ શકે છે

Tags:    

Similar News