“આગાહી” : આગામી 5 દિવસ વરસાદની શક્યતા નહિવત, દ. ગુજરાતમાં પડી શકે છે વરસાદ : હવામાન વિભાગ

આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં એકાદ જગ્યાએ વરસાદ પડી શકે છે. ત્યારબાદ સમગ્ર રાજ્યમાં 2થી 4 ડિગ્રી તાપમાન પણ વધી શકે છે.

Update: 2023-03-31 11:53 GMT

ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં આગામી 5 દિવસ વરસાદની શક્યતા નહિવત હોવાની રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં વરસાદને લઈને રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 24 કલાકથી રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં 5 દિવસ વરસાદની શક્યતા નહિવત જોવા મળી છે. જોકે, આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં એકાદ જગ્યાએ વરસાદ પડી શકે છે. ત્યારબાદ સમગ્ર રાજ્યમાં 2થી 4 ડિગ્રી તાપમાન પણ વધી શકે છે. જેના કારણે લોકોને 3થી 4 દિવસ ગરમીનો અનુભવ થશે. ત્યારબાદ તાપમાનમાં ફેરફાર નહીં નોંધાય. તો બીજી તરફ, અમદાવાદ શહેરમાં આજે 35-36 ડિગ્રીએ તાપમાન પહોચ્યું છે.

Tags:    

Similar News