ગાંધીનગર: સરકાર દ્વારા બાળકોને ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સીન વિના મૂલ્યે અપાશે

ન્યુમોકોકલ મોટા ભાગે 5 વર્ષથી નાની ઉંમરના લોકોમાં વધારે પ્રમાણમાં જોવા મળી આવે છે

Update: 2021-10-20 05:54 GMT

ન્યુમોકોકલ નામનો રોગ જે બાળકોને જીવલેણ રોગ છે. જે માટે રસી હોસ્પિટલમાં ચાર્જ સાથે આપવામાં આવતી હતી. જે હવે આજથી નાના બાળકોને ફ્રીમાં રસી આપવાનું સરકાર દ્નારા નક્કી કરવામાં આવ્યું છે.

રાજ્યમાં ન્યુમોકોકલ ન્યુમોનિયા સામે આ રસી બાળકોને રક્ષણ માટે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામમાં ન્યુમોકોકલ વેક્સિન આજથી શરુ કરવામાં આવશે. કોરોના મહામારીમાં ખાસ કરીને કોરોના નાના બાળકોમાં ન ફેલાય તેના માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ત્યારે ન્યુમોકોકલ મોટા ભાગે 5 વર્ષથી નાની ઉંમરના લોકોમાં વધારે પ્રમાણમાં જોવા મળી આવે છે. આ એક જીવાણું દ્વારા ઉત્પન્ન થતો રોગ છે. ન્યુમોનિયા આ સિવાય આ બેક્ટેરિયાથી મેનિન્જાઇટિસ,બ્લડ ઇન્ફેક્શન,સાઇનસાઇટિસ,કાનમાં ઇન્ફેક્શન જેના ગંભીર રોગ થવાની સંભાવના વધી જાય છે.જેના કારણે બાળકના જીવન સામે જોખમ ન વધે તે માટે બાળકોને રક્ષણ પુરુ પાડવા આ રસી આપવી ખૂબ જ જરુરી હોવાથી ગુજરાત સરકાર દ્વારા આ રસી ફ્રિમાં આપવાનું નક્કી કરવામાં આવ્યું જે ગાંધીનગર જિલ્લાના 72 હજાર બાળકોને મમતા દિવસના રોજ આ રસી આપવામાં આવશે આ રોગના કારણે વર્ષમાં 2010માં 1.05.0000 જેટલા બાળકો મોત થઇ ચુક્યા છે.જ્યારે 2015માં 53,000 જેટલા બાળકોના મોત થઇ ચુક્યા હતા. જેથી સરકાર દ્વારા આ બાળ મૃત્યુદર ઘટાડવા માટે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન રસી ફ્રીમાં આપવાનું નક્કી કરવામાં આવ્યું છે

Tags:    

Similar News