અમદાવાદમાં ઓપરેશન 'નન્હે ફરિસ્તે': 7 મહિનામાં ભાગી ગયેલ 487 બાળકોનું પરિવાર સાથે મિલન

ઓપરેશન નન્હે ફરિસ્તે ચલાવવામાં આવે છે ત્યારે 487 બાળકો મળી આવ્યા હતા. જેમાં 313 છોકરા અને 174 છોકરીઓ હતી.

Update: 2022-07-30 08:11 GMT

અમદાવાદ પશ્ચિમ રેલવે પોલીસ ચાલુ વર્ષે જુલાઈ માસ સુધીના સાત માસમાં અમદાવાદ શહેરમાંથી ઘરેથી ભાગેલા 80 બાળકોને રેલવે પ્રોટેક્શન ફોર્સ શોધીને તેના પરિવારજનોને સુપ્રત કર્યા છે. પશ્ચિમ રેલવે દ્વારા ' ઓપરેશન નન્હે ફરિસ્તે ચલાવવામાં આવે છે ત્યારે 487 બાળકો મળી આવ્યા હતા. જેમાં 313 છોકરા અને 174 છોકરીઓ હતી. જેઓનું સલામત રીતે તેમના પરિવારજનો સાથે પુનઃ મિલન કરાવી આપવાનું કામ આરપીએફ દ્વારા કરવામાં આવ્યું છે..

ઘર કંકાસને લઇને સારા જીવન અને ગ્લેમરની શોધમાં જાણ્યે-અજાણ્યે પોતાના પરિવારના સભ્યોને જણાવ્યા વગર ઘર છોડીને આ બાળકો ભાગી ગયા હોવાનું જાણવા મળે છે. 'ઓપરેશન નન્હે ફરિસ્તે' હેઠળ પ્લેટફોર્મ, ટ્રેન કે રેલવે પરિસરમાં આરપીએફ દ્વારા એવા બાળકોને શોધી કઢાયા હતા જે ઘર છોડીને ભાગ્યા હોય આવા બાળકોની સમસ્યા સમજી,તેનું કાઉન્સેલિંગ કરીને પરિવાર સાથે મિલન કરાવી આપવાની સામાજિક જવાબદારી નિભાવતા અનેક કુટુંબોમાં ફરીથી આનંદ, ઉલ્લાસ અને હાશકારા લાગણી જોવા મળી રહી છે.ગત વર્ષ 2021 દરમિયાન આવા કુલ 600 બાળકોને તેમના પરિવારજનો સાથે મેળાપ કરાવી આપ્યો હતો..

Tags:    

Similar News