108ની સરાહરનીય કામગીરી, તેની ઝડપી સર્વિસે માતા અને બાળકનો બચાવ્યો જીવ

બાળકને જન્મ આપ્યા બાદ આ મહિલા બેભાન થઈ ગઈ હતી. જ્યારે બાળકી સભાન અવસ્થામાં હતી અને રડતી હતી.

Update: 2022-04-16 11:14 GMT

અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર 108ની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. જેમાં એક માતા અને બાળકનો જીવ 108 ની ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યી છે. કાલુપુર રેલવે સ્ટેશન પર એક મહિલા બાથરૂમ કરવા ગઈ અને તેણે બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ માતા બેભાન થઈ ગઈ હતી. જ્યારે તાજી જન્મેલી બાળકી ત્યાં રડતી હતી. આ દરમિયાન રેલવે સ્ટેશનથી કોલ મળતાની સાથે જ 108ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને માતા તથા બાળકીની પ્રાથમિક સારવાર કરીને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી.

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 5 પર સવારે 3.30 વાગ્યાના અરસામાં એક મહિલા વોશરૂમ ગઈ હતી. આ દરમિયાન તેમણે એક બાળકીને જન્મ આપ્યો હતો. બાળકને જન્મ આપ્યા બાદ આ મહિલા બેભાન થઈ ગઈ હતી. જ્યારે બાળકી સભાન અવસ્થામાં હતી અને રડતી હતી. આ ઘટના દરમિયાન ત્યાં હાજર એક વ્યક્તિ 108ને કોલ કરી સારવાર માટે મદદ માંગી હતી. કોલ મળતાની સાથે જ 108ની ટીમ 10 મિનિટમાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

ત્યારબાદ માતા અને બાળકની તપાસ કર્યા બાદ તેમને પ્રાથમિક સારવાર અપાઈ હતી. ઘટના સ્થળ પર 108ની ટીમે પહોંચીને ફિઝિશિયન સાથે પરામર્શ કરી માર્ગદર્શન અનુસાર તેની સારવાર કરી હતી. એમ્બ્યુલન્સમાં હાજર EMT ચિરાગ નાયી અને પાયલોટ પ્રકાશ પ્રજાપતિ સતર્કતાથી બન્નેને વધુ સારવાર માટે શારદાબેન હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. હાલ માટે અને બાળકીની હાલત સ્થિર છે અને સારવાર લઈ રહી છે.

Tags:    

Similar News