વિરમગામ : હાર્દિકના પિતાની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં અનેક રાજકીય આગેવાનોનો જમાવડો

ગુજરાત કોંગ્રેસ સામે નારાજગીના સુર વચ્ચે આજે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે હાર્દિકના નિવાસસ્થાન વિરમગામ ખાતે અનેક ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યા છે

Update: 2022-04-28 06:25 GMT

ગુજરાત કોંગ્રેસ સામે નારાજગીના સુર વચ્ચે આજે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે હાર્દિકના નિવાસસ્થાન વિરમગામ ખાતે અનેક ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યા છે, જેમાં પક્ષપાત વિના તમામ પક્ષના નેતા અને આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

વિરમગામ ખાતેની ઝાલાવાળી સોસાયટીમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, ત્યાં વિશાળ એસી ડોમમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. રામધૂન, ગુરુજન અમૃતવાણી, ભજન તથા સુંદરકાંડ પાઠ પણ રાખવામાં આવ્યો છે. સાંજ સુધી આ કાર્યક્રમ ચાલશે. આ કાર્યક્રમમાં વિરમગામ નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખ રિના પંડ્યા, શહેર ભાજપ મંત્રી પ્રમોદ પટેલ, અમદાવાદ જિલ્લા પંચાયતના સદસ્ય હરિ પરમાર, પૂર્વ ધારાસભ્ય હર્ષદ ઠક્કર, શહેર ભાજપ પૂર્વ મહામંત્રી, વિરમગામ તાલુકા સદસ્ય નલિન કોટડીયા, યુથ કોંગ્રેસ ગુજરાતના પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલા, તેજશ્રીબેન પટેલ, પરેશ ધાનાણી, સાયલાના મહારાજ, ભાજપના નેતા ચિરાગ પટેલ, પૂર્વ ધારાસભ્ય પ્રાગજી પટેલ, પાસના પૂર્વ નેતા ચિરાગ પટેલ તેમજ અલગ અલગ સમુદાયના સાધુ-સંતો પણ આવ્યાં છે. ભાજપના નેતા નલિન કોટડીયા પણ પોહ્ચ્યા છે. આ ધાર્મિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ-પ્રમુખ સીઆર પાટીલ પણ હાજરી આપવાના હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એવું કહેવાય છે કે હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ છે અને ભાજપમાં જોડાય એવી વાતો ચાલી રહી છે, એ સમયે જ આ કાર્યક્રમમાં રાજકીય નેતાઓની હાજરીની ભારે હલચલ છે.

Tags:    

Similar News