'AAP'નું સ્વાગત : દિલ્હીના CM કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માનનું અમદાવાદમાં આગમન

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે રાત્રે દિલ્લીથી અમદાવાદ પહોંચ્યા

Update: 2022-04-01 17:30 GMT

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે રાત્રે દિલ્લીથી અમદાવાદ પહોંચ્યા છે. એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, નેતા ઈસુદાન ગઢવી અને સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી સીધા તેઓ સિંધુભવન રોડ પર આવેલી તાજ સ્કાયલાઈન હોટલ પર પહોંચશે અને આવતીકાલે સવારે 10 વાગ્યે તેઓ સાબરમતી ગાંધીઆશ્રમની મુલાકાત લેશે


Full View

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 2 અને 3 એપ્રિલ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી(AAP)ની નજર હવે ડિસેમ્બર 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર છે. બંને નેતાનો અમદાવાદના પૂર્વમાં રોડ શો યોજાશે. AAP દ્વારા બન્ને નેતાના રોડ શોને લઈ પોલીસ પરમિશનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 2 એપ્રિલના રોજ બપોરે 3 વાગ્યે બાપુનગર પોલીસ સ્ટેશન પાસે ડો. બાબાસાહેબ આંબેડકર ચોકથી નિકોલ ખોડિયાર મંદિર સુધી 4 કિલોમીટરનો રોડ શો યોજાશે. આ રોડ શોમાં હજારોની સંખ્યામાં AAPના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાશે.

Tags:    

Similar News