અંકલેશ્વર : ઉદ્યોગો વેગવંતા બને તે માટે એનજીટીમાં સરકાર દલીલ કરશે : મનસુખ માંડવીયા

Update: 2020-01-09 10:22 GMT

અંકલેશ્વર, વાપી અને અમદાવાદના ઉદ્યોગો એનજીટીના આકારા દંડના કારણે મુશ્કેલી વેઠી રહયાં છે ત્યારે ઉદ્યોગો વેગવંતા બને તે માટે સરકાર ઉદ્યોગો તરફથી એનજીટીમાં પોતાનો પક્ષ રાખશે તેમ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું છે.

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના ઉપક્રમે ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્યોગો અને ગ્રાહકો એકબીજાની નજીક આવે અને ધંધા- રોજગારનો વ્યાપ વધે તે માટે યોજાતાં ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોમાં આ વર્ષે 300થી વધારે સ્ટોલ્સ રખાયાં છે. ગુરૂવારના રોજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે એકસ્પોનું ઉદઘાટન કરાયું હતું. આ પ્રસંગે રાજયના સહકારમંત્રી ઇશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, એઆઇએના પ્રમુખ મહેશ પટેલ, એકસ્પોના ચેરમેન પ્રવિણ તૈરૈયા સહિતના મહેમાનો હાજર રહયાં હતાં.

વર્તમાન સમયમાં અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગો નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ ( એનજીટી)ના આકારા દંડના કારણે બંધ થવાની અણીએ આવી ગયાં છે ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી ઉદ્યોગકારોને આપી છે. તેમણે જણાવ્યું હતું કે, અંકલેશ્વર, વાપી અને અમદાવાદના ઉદ્યોગોને એનજીટી તેમજ પર્યાવરણને લગતી સમસ્યાઓ નડી રહી છે. ઉદ્યોગો ધમધમતા રહે અને વેગવંતા બને તે માટે સરકાર એનજીટીમાં પોતાનો પક્ષ રાખી દલીલ કરશે

Similar News