અરવલ્લી - મોડાસા શહેરમાં વિશ્વાસ પ્રોજેક્ટથી લગાવવામાં આવેલ કેમેરા પોલીસને કારગત સાબિત થયા

Update: 2020-12-06 06:08 GMT

અરવલ્લી જિલ્લામાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવેલા કેમેરાથી જિલ્લા પોલિસને ઘણાં જ મદદરૂપ સાબિત થઇ રહ્યા છે,, લૂંટ, અપહરણ તેમજ હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપનાર આરોપીઓને ઝડપી પાડવામાં પોલિસને સફળતા મળી છે... વિશ્વાસ પ્રોજેક્ટ થકી પોલિસને મોડાસા શહેરના શામળાજી રોડ પર બનેલી લૂંટ ફાટનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી,, તો બીજી બાજુ દેવરાજ ચોકડી નજીક કિડનેપિંગની ઘટનાનો કેસ પણ પોલિસને ઉકેલવામાં સહાયતારૂપ સાબિત થયું છે, મોડાસા શહેરના વિવિધ પંદર જંગ્શન પર 135 જેટલા કેમેરા લગાવવામાં આવ્યા છે, આ તમામ કેમારા જિલ્લા પોલિસ વડા કચેરીના નેત્રમ કંટ્રોલ રૂમ થકી ઓપરેટ કરાય છે,, અને તેમાં કામ કરતા ત્રીજ જેટલા કર્મચારીઓ રાત દિવસ બાજ નજર રાખી ગુનેગારોને પકડી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે, ફેબ્રુઆરી મહિનાથી અત્યારસુધીમાં જિલ્લામાં ટ્રાફિકના નિયમો તોડનાર લોકો પાસેથી ત્રીસ લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે, આ સાથે જ દંડ ન ભરનાર લોકોના વાહનો ડિટેઇન કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવશે..

Tags:    

Similar News