અરવલ્લીમાં વાતાવરણ માં પલટો વહેલી સવારે વાવાઝોડાની અસર જોવા મળી

Update: 2019-06-12 05:37 GMT

સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વાયુ વાવાઝોડું ત્રાટકવાની આગાહી છે ત્યારે તેની અસર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જોવા મળી રહી છે. અરવલ્લી જિલ્લામાં પણ વહેલી સવારે વાયુ વાવાઝોડાની અસર જોવા મળી હતી.

કાળઝાળ ગરમી વચ્ચે વાદળ છાયું વાતાવરણ વહેલી સવારથી જ જોવા મળ્યું હતું. આકાશમાં વાદળો ઘેરાવાથી વાતાવરણમાં સવારથી જ ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીથી રાહત મળી હતી. વાયુ વાવાઝોડાને લઇને અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે અને કોઇપણ પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે તૈયાર છે.

Similar News