અરવલ્લી : મગફળી વેચવી હોય તો “વચેટીયા”નો ટેકો જરૂરી, ખેડૂતોની હાલત કફોડી

Update: 2019-11-23 08:33 GMT

અરવલ્લી જિલ્લાના મેઘરજમાં ટેકાના ભાવે મગફળી વેચાણ

માટે આવતા ખેડૂતોને કડવો અનુભવ થઇ રહ્યો છે. ટેકાના ભાવે મગફળી વેચવા માટે ખેડૂતો

પાસેથી વચેટીયાઓ 1,500 રૂપિયા માંગી રહયાં હોવાના આક્ષેપ થઇ રહયાં છે. 

રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત કરી છે

તો બીજી બાજુ વચેટિયાઓ ખેડૂતો પાસેથી કમિશન ખાઇ રહયાં હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી

છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના માર્કેટ યાર્ડમાં મગફળી વેચાણ માટે ગયેલા

ખેડૂતને તેનો અનુભવ થયો છે. ખેડૂતે આક્ષેપ કર્યો હતો કે, મગફળીમાં કચરો અને હવા છે

માટે તમારી મગફળી ખરીદી કરવામાં નહીં આવે તેવું જણાવવામાં આવી રહયું છે. કેટલાક

વચેટિયાઓ 1,500 રૂપિયા માંગતા હોવાના આક્ષેપ ખેડૂતો કરી રહયાં છે.

 ટેકાના ભાવે વેચાણ કરીને ખેડૂતોને નાણાં સત્વરે નહીં મળતા માર્કેટમાં બસો થી

ત્રણસો રૂપિયા ઓછા ભાવે મગફળી વેચાણ કરવા મજબૂર બન્યા છે. એક બાજુ રવિ સીઝનની

વાવણી માટે રૂપિયાની જરૂરિયાત ઉભી થતાં, ખેડૂતો તેમની મગફળી ૭૫૦  થી ૮૫૦ સુધી મણના ભાવે

વેચાણ કરી રહ્યા છે. ટેકાના ભાવે મગફળીના વેચાણમાં ખેડૂતોને રસ ન હોવાથી મોડાસા

માર્કેટયાર્ડમાં વહેલી સવારથી 300 થી વધુ મગફળીના ટ્રેક્ટરની લાંબી કતારો જોવા મળી હતી.

Similar News