અરવલ્લી જિલ્લા પોલિસ વડા સંજય ખરાતે એવું તો શું કર્યું કે ગ્રામજનો તેમના અભિગમને બિરદાવ્યો,વાંચો

Update: 2021-01-30 06:32 GMT

અરવલ્લી જિલ્લા પોલિસ વડા સંજય ખરાતના જિલ્લામાં આગમન બાદ કાયદો અને વ્યવસ્થાની સાથે સાથે લોકો માટે પણ પોલિસ પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે. ધનસુરા તાલુકામાં નિર્મણ પામી રહેલી લાયબ્રેરી માટે જિલ્લા પોલિસ વડા સંજય ખરાતે પુસ્તકો ભેટ આપ્યા છે. આકરૂંદ ગામે આત્યાધુનિક લાયબ્રેરીનું નિર્માણ થઇ રહ્યું છે, જેની મુલાકાત કરવા માટે જિલ્લા પોલિસ વડા સંજય ખરાત પહોંચ્યા હતા, જ્યાંની મુલાકાત લીધા પછી જિલ્લા પોલિસ વડાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે ઇચ્છુક ઉમેદવારો માટે પુસ્તકો ભેટ કર્યા છે.

મેઘરજ ખાતે અનુસુચિત જનજાતી સમાજના યુવાન-યુવતીઓ પોલીસ, લશ્કર સહીત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ માટે નિઃશુલ્ક કોચિંગ ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોચિંગ ક્લાસની માહિતી જિલ્લા નાયબ પોલીસ વડા ભરત બસિયાને મળતા મેઘરજ ખાતે ચાલતા નિઃશુલ્ક કોચિંગ ક્લાસની મુલાકાત લીધી હતી. જિલ્લા નાયબ પોલિસ વડાએ કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. ડીવાયએસપી ભરત બસિયાના માર્ગદર્શન માટે પહોંચતા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નિઃશુલ્ક કોચિંગ ક્લાસ ચલાવતા યુવાનોની સરાહના પણ કરી હતી.

હાલ અરવલ્લી જિલ્લામાં માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લા પોલિસ દ્વારા ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે જનતાના અભિપ્રાયો મંગાવામાં આવ્યા છે. આ પ્રકારની પહેલ જિલ્લામાં પ્રથમવાર પોલિસ દ્વારા કરાઈ છે, જેને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લા પોલિસ વડા સંજય ખરાત સતત લોક સંપર્ક કરી રહ્યા છે, અને જિલ્લાની જનતાને કોઇ સમસ્યાઓનો સામનો ન કરવો પડે તેવો પ્રયાસ કરાઈ રહ્યો છે. જિલ્લા પોલિસ તંત્રની વિવિધ સરાહનીય કામગીરીથી લોકોમાં પણ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.

Tags:    

Similar News