ભરૂચઃ હોડીઘાટની હરાજી પૂર્વે બે પ્રતિસ્પર્ધી આવ્યા સામસામે, પોલીસ દોડી

Update: 2018-07-20 08:21 GMT

ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા નર્મદા નદી ઉપર આવતા હોડીઘાટનું સંચાલન કરવામાં આવે છે

ભરૂચ જિલ્લા પંચાયત હસ્તક આવતા નર્મદા નદી ઉપર આવેલા 9 જેટલા હોડી ઘાટની હરાજી બાકી હોય આજરોજ યોજાયી હતી. હરાજી થાય તે પૂર્વે જ બે પ્રતિસ્પર્ધી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. એક પ્રતિસ્પર્ધીએ અગાઉ થયેલી બોલાચાલી વખતે બાઉન્સરો બોલાવી લીધા હતા. ત્યારે આજે પણ પરિસ્થિતિ વણસે તેવી ભિતી વચ્ચે બાઉન્સરો સાથે આવ્યા હતા. આઝે પણ ફરીથી કબીરવડનાં હોડીઘાટને લઈને મામલો ગરમાયો હતો. તો વહીવટી તંત્રએ પોલીસ બોલાવી લેતાં મામલો શાંત પડ્યો હતો.

ભરૂચ જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી ઉપર આવેલા વિવિધ હોડી ઘાટનું સંચાલન જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવે છે. પ્રતિવર્ષ હરાજી કરીને તેના સંચાલન માટેનો ઈજારો આપવામાં આવે છે. ચાલુ નવા વર્ષ માટે અગાઉ થયેલી હરાજી બાદ બાકી રહી ગયેલા અન્ય 9 જેટલા હોડીઘાટની હરાજી આજરોજ જિલ્લા પંચાયત કચેરી ખાતે યોજાવાની હતી. હરાજી થાય તે પૂર્વે જ કબીરવડનાં હોડીઘાટને લઈને બે પ્રતિસ્પર્ધી શૈલેષ પટેલ અને દિનેશ માછી સામાસામે આવી ગયા હતા.

આ અગાઉ પણ બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં શૈલેષ પટેલે બાઉન્સરોને જિલ્લા પંચાયત કેમ્પસમાં બોલાવી લીધા હતા. તો આજે પણ બાઉન્સરોને સાથે લઈને જિલ્લા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા. આજે ફરથી બન્ને આમને સામને આવી જતાં મામલો વધુ ઉગ્ર બને તે પહેલાં વહીવટી તંત્ર દ્વારા પોલીસ બોલાવી લેવાઈ હતી. જે બાદ પોલીસે મામલો થાળે પાડ્યો હતો.

 

Similar News