ભરૂચ : રાજપારડી નજીક એસટી બસની પાછળના ભાગે ડમ્પર ટકરાતાં 3 મુસાફરોને ઇજા

Update: 2021-02-10 10:53 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક એસટી બસની પાછળ ડમ્પર ઘુસી જતાં ત્રણ મુસાફરોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે અવિધા ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.

ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમ ( એસટી)ની બસ કવાંટથી નવસારી તરફ જઇ રહી હતી. દરમિયાન રાજપારડી પાસે આવેલાં સીમધરા ગામ પાસે એસટી બસની પાછળના ભાગે હાઇવા ટ્રક ઘુસી જતાં અકસ્માત થયો હતો. અકસ્માતમાં 3 મુસાફરોને ઇજા પહોંચી હતી. બનાવની જાણ થતાં 108 એમ્બયુલન્સની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તોની સ્થળ પર સારવાર શરૂ કરી હતી. બે મુસાફરોને વધુ સારવારની જરૂર હોવાથી તેમને અવિધા ખાતે ખસેડવામાં આવ્યાં છે. અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. સદનસીબે અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ ન હતી. 

Tags:    

Similar News