ભરૂચ: 10 વર્ષીય બે બાળકી સંતાકૂકડી રમી રહી હતી અને 67 વર્ષીય વૃદ્ધ બન્યો હેવાન, જુઓ આખો મામલો

Update: 2021-01-20 09:40 GMT

ભરૂચની કલેક્ટર કચેરી નજીક આવેલ એક વિસ્તારમાં 76 વર્ષીય વૃદ્ધએ સંતાકૂકડી રમી રહેલ 10 વર્ષીય બે બાળકીઓ સાથે શારીરિક અડપલાં કરતાં ચકચાર મચી જવા પામી છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે નરાધમ વિરૂદ્ધ પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોધી તપાસ શરૂ કરી છે.

ભરૂચમાં 10 વર્ષીય બે બાળકી સાથે છેડતીનો મામલો સામે આવ્યો છે. શહેરમાં આવેલ કલેક્ટર કચેરી નજીકના એક વિસ્તારમાં બે બાળકીઓ સંતાકૂકડી રમી રહી હતી એ દરમ્યાન આ જ વિસ્તારમાં રહેતા 67 વર્ષીય મહંત ભોપાનારાયણ દાસે કોઈક બહાને બાળકીને તેના ઘરમાં બોલાવી હતી અને શારીરિક છેડછાડ કરી હતી. બાળકીઓ રડતી રડતી ઘરે જતાં આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

પરિવારજનોએ આ અંગે પોલીસને જાણ કરતાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે નરાધમ સામે પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોધ્યો હતો અને કોવિદ ટેસ્ટ માટે તેને સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. કોવિડના રિપોર્ટ બાદ આરોપીની સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવશે. આ આરોપી મહંત ભોપાનારાયણ દાસ મૂળ ઉત્તરપ્રદેશના બનારસનો રહેવાસી છે અને 30 કરતાં વધુ વર્ષોથી ભરૂચમાં રહે છે અને અનાજ દળવાની ઘંટી ચલાવે છે. આરોપીના અધમકૃત્યના કારણે તેના પર ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે.

Tags:    

Similar News