ભરૂચ : કસક સર્કલ પાસે ગલુડીયું 20 ફુટ ઉંડી ગટરમાં ખાબકયું, જુઓ પછી શું થયું

Update: 2020-10-18 07:17 GMT

ભરૂચ શહેરની ખુલ્લી ગટરો પશુઓ માટે મોતના કુવા સમાન બની ચુકી છે. શહેરના કસક વિસ્તારમાં ખુલ્લી ગટરમાં ખાબકેલા ગલુડીયાને સેવાભાવી સંસ્થાના કાર્યકરો અને નગરપાલિકાના લાશ્કરોએ રેસ્કયુ ઓપરેશન કરી જીવ બચાવ્યો હતો.

ભરૂચના કસક વિસ્તારમાં એસઓજી પોલીસ સ્ટેશન પાસે આવેલી ગટરમાં ગલુડીયું પડી ગયું હોવાની માહિતી  મનમૈત્રી સેવા ફાઉન્ડેશનને મળી હતી.  શનિવારે રાત્રે ૧૨ વાગ્યે જયેશ પરીખ ઉપર દિપક ભાઈ પંચાલ અને શાહીલ ભાઈ નો મદદ માંગતો ફોન આવ્યો હતો. જેથી તેઓ સાથી કાર્યકર પ્રશાંત ગડરિયાને લઈ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયાં હતાં. ગલુડીયાને બચાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં હતાં પરંતુ ગટરનું ઉપરનું ઢાંકણ ઘણું બધું મોટું અને ગટર ૨૦ ફૂટ જેટલી ઊંડી હોવાથી ફાયર બ્રિગેડ ના લાશકરોને બોલાવવામાં આવ્યાં હતાં. આખરે ગટરમાં નિસરણી ઉતારીને ગલુડીયાને હેમખેમ રીતે બહાર કાઢી લેવામાં આવ્યું હતું.

Tags:    

Similar News