ભરૂચ: નેત્રંગના નવાનગર ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, પોલીસે વધુ તપાસ હાથ ધરી

Update: 2020-05-31 11:37 GMT

મળતી માહિતી મુજબ, નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અ.કો.પો. જીગ્નેશભાઇને વાલીયા તાલુકાના નવાનગર ગામના નવી વસાહત ફળીયામાં ખુલ્લી જગ્યાએ ઝાડી-ઝાખરમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યા હોવાની બાતમી મળતા નેત્રંગ પો. સ્ટેશનના પીએસઆઇ બી.એસ.ગામીતે પુરતા પોલીસ બંદોબસ્ત સાથે રેડ પાડી હતી, જેમાં વિદેશી દારૂ અને બીયરની બોટલ નંગ ૨૭૯ જેની કિંમત ૪૫,૬૦૦ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો, જ્યારે નેત્રંગ પોલીસ કાયદેસરની કાયૅવાહી હાથ ધરતા મુદ્દામાલ જપ્ત કરીને વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર અને સંતાડનાર વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News