ભરૂચ : રોટરી કલબ દ્વારા નગરપાલિકાને 50 જેટલી PPE કીટ અર્પણ કરાઇ

Update: 2020-06-27 08:56 GMT

કોરોના મહામારીમાં સાવચેતી રાખવી એ દરેક નાગરિકની એક ફરજ બની ગઈ છે, ત્યારે નગરપાલિકાના કર્મચારીઓ કે, જેઓ કોરોના મહામારીમાં કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં સેનેટાઇઝરનો છંટકાવ કરતા હોય તેઓને સુરક્ષાની વધારે જરૂર હોય છે.

કોરોના વોરિયર્સ જેને કહી શકાય અને કોરોનાની માહામારીમાં પણ કન્ટેન્ટમેન્ટ એરિયામાં સેનેટાઇઝરનો છંટકાવ કરવા જતાં પાલિકાના કર્મચારીને કોરોનાની મહામારીથી સુરક્ષા આપવી પણ એટલી જ જરૂરી છે, ત્યારે PPE કીટ વગર કન્ટેન્ટમેન્ટ એરિયામાં સુરક્ષા વગર જ કાર્ય કરતા કર્મચારીઓની સુરક્ષા માટે રોટરી કલબ ઓફ ભરૂચ દ્વારા ભરૂચ નગરપાલિકા પ્રમુખને 50 જેટલી PPE કીટ અર્પણ કરવામાં આવી હતી.

Tags:    

Similar News